45 બાળકોને પ્રવેશ‎માટેની તક મળી:RTE અંતર્ગત બીજા રાઉન્ડમાં 45 માંથી 27 બાળકોએ ખાનગી શાળામાં એડમિશન મેળવ્યું

Gujarat6/7/2026, 12:00:00 AM
પોરબંદર RTE અંતર્ગત 91 ખાનગી શાળામાં 515 બાળકોને પ્રવેશ આપવામાં આવશે, જેમાં બીજો રાઉન્ડ બહાર પડતા તેમાં 45 બાળકોને પ્રવેશ માટેની તક મળી હતી અને આવા બાળકોના વાલીઓએ તા. 4/6 પહેલા એડમિશન મેળવી લેવા જણાવાયું હતું ત્યારે 27 બાળકોએ એડમિશન મેળવ્યું છે. અને 18 બાળકોએ એડમિશન લીધું નથી. પોરબંદર જિલ્લામાં RTE અંતર્ગત પ્રાથમિક ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1મા પ્રવેશ આપવામાં આવે છે. આ વખતે પોરબંદર જિલ્લામાં 91 જેટલી પ્રાથમિક ખાનગી શાળા ખાતે 515 જેટલા બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 515ની જગ્યા સામે 515 બાળકોને પ્રથમ પ્રવેશ ફાળવ્યો હતો. જે શાળામાં પ્રવેશ ફાળવ્યો છે તે શાળા ખાતે 469 બાળકોએ એડમિશન મેળવી લીધું છે. બાદ સરકાર દ્વારા RTE અંતર્ગત બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં 45 બાળકની યાદી બહાર પાડી હતી. જે બાળકનું બીજા રાઉન્ડમાં નામ આવ્યું હોય તેવા બાળકોના વાલીઓએ પસંદગી કરેલ ખાનગી શાળા ખાતે તા.4/6 સુધીમાં એડમિશન મેળવી લેવા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પરમારએ જણાવ્યું હતું. ત્યારે 45 બાળક માંથી 27 બાળકોએ એડમિશન લીધું છે અને 18 બાળકે એડમિશન લીધું નથી.બાકી રહેતા એટલેકે મેરિટ મુજબ 515 બાળક માંથી ગત વર્ષે શું સ્થિતિ હતી ? પોરબંદર જિલ્લામાં RTE અંતર્ગત ગત વર્ષે 95 જેટલી પ્રાથમિક ખાનગી શાળા ખાતે 640 બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. પ્રથમ રાઉન્ડમાં 628 બાળકોને પ્રથમ પ્રવેશ ફાળવ્યો હતો, જેમાં 571 બાળકોએ એડમિશન મેળવી લીધું હતું અને બીજા રાઉન્ડમાં 63 બાળકની યાદી બહાર પાડી હતી જેમાં 34 બાળકે એડમિશન મેળવ્યું હતું. શા માટે બાળકોએ એડમિશન ન લીધા ? 6 કિમી સુધીના અંતરમાં ખાનગી શાળા પસંદ કરવાની હતી, ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી શાળા પસંદ કરી હોય પરંતુ ખાનગી શાળા ખાતે વાહન ન હોય અને ગામડામાં ઘરથી શાળા 4 થી 6 કિમી દૂર હોવાથી એડમિશન લીધા ન હતા જ્યારે 18 માંથી 8 બાળકના વાલીએ માતૃછાંયા રસિકબાપા રોટલાવાડા ખાનગી સ્કૂલ પસંદ કરી હતી પરંતુ આ સ્કૂલ વિનામૂલ્યે ચાલે છે અને RTE હેઠળ આ સ્કૂલ નોંધાયેલ છે જેથી બાળકોએ આ સ્કૂલમાં એડમિશન લીધું ન હતું.
Read Original Article →