5000 વસતી ધરાવતા ગામમાં કામ ઝડપથી થશે:ધારપુરમાં સ્વતંત્ર તલાટીની નિમણૂક કરાઈ , જન્મ મરણના દાખલા મળશે
પાટણ તાલુકાના ધારપુર ગામે લાંબા સમયથી અનુભવાતી વહીવટી મુશ્કેલીઓને અંત લાવવા સ્વતંત્ર તલાટીની નિમણૂક કરવામાં આવી છે. ગામમાં અરવિંદ રાજગોરને સ્વતંત્ર તલાટી તરીકે નિયુક્ત કરાતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. આશરે 5000થી વધુ વસ્તી ધરાવતા ધારપુર ગામમાં ગ્રામ પંચાયત માં તલાટી પાસે ત્રણ ગામનો કાર્યભાર હોવાના કારણે તેઓ અઠવાડિયામાં માત્ર બે જ દિવસ ગ્રામ પંચાયત પર આવી શકતા હોવાથી કામગીરીનું ભારણ વધતું હતું. ખાસ કરીને ધારપુર સ્થિત જી.એમ.ઈ.આર. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં થતા જન્મ અને મરણના પ્રમાણપત્રો કાઢવાની કામગીરી ગ્રામ પંચાયત હસ્તક હોવાથી રોજબરોજ અરજદારોની સંખ્યા વધી રહી હતી. જેના કારણે લોકોને પ્રમાણપત્ર મેળવવામાં વિલંબ અને હાલાકીનો સામનો કરવો પડતો હતો.વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરી ધારપુર માટે સ્વતંત્ર તલાટીની નિમણૂક કરવામાં આવી છે. નવી વ્યવસ્થાથી જન્મ-મરણના દાખલા સહિતની કામગીરી વધુ સુચારુ બનવાની સાથે ગ્રામજનોને ઝડપી સેવા મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.
Read Original Article →