નવીન માર્ગની કામગીરી શરૂ કરાઈ:સિદ્ધિ સરોવરથી રૂ.34.41 લાખના ખર્ચે 500 મીટરનો સિંગલ પટ્ટી રોડ બનાવાશે
પાટણ શહેરના સિદ્ધિ સરોવરના નાળા પાસેથી પસાર થઈને સંખારી ત્રણ રસ્તાને જોડતા મહત્વના માર્ગના નવીનીકરણની કામગીરીનો સોમવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી કાચા માર્ગને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, હવે કામ શરૂ થતા વાહનચાલકોમાં આનંદની લાગણી જવાય છે. પાટણ શહેરના સિદ્ધિ સરોવરના નાળા પાસેથી પસાર થઈને સંખારી ત્રણ રસ્તાને જોડતા મહત્વના માર્ગના નવીનીકરણની કામગીરીનો સોમવારથી રૂ. 34,41,000 નું માતબર બજેટથી કુલ 500 મીટર લાંબો સિંગલ પટ્ટી ડામર રોડ કામ શરૂ થયું છે. હાલમાં સ્થળ પર જેસીબી અને જરૂરી મશીનરી સાથે માર્ગને સમથળ કરવાની અને મેટલિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.સિદ્ધિ સરોવરથી સંખારી તરફ જતો આ રસ્તો ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે. અત્યાર સુધી આ કાચો અને ખાડાવાળો રસ્તો હોવાથી લોકોને દોઢ કિલોમીટર નવા સર્કિટ હાઉસ થઈને રોડ જોડતો અને યામી પેટ્રોલ પંપ રોડ જોડતો એટલે ફરીને જવું પડતું હતું પરંતુ હવે આ પાકો રસ્તો બની જતાં સમય અને ઈંધણ બંનેની બચત થશે. સાથે પાટણ મામલતદાર કચેરી પાટણ તાલુકા પંચાયત કચેરીએ સંખારી તરફ ના ગામો સીધા કચેરીએ જવા માટે સરળ માર્ગ રહેશે. પાટણના નવા માર્ગનું નિર્માણ શરૂ કરાયું છે.જેને લઈ રાહત થશે.
Read Original Article →