પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે:જિલ્લા પંચાયતમાં 25 મે અને 9 તાલુકા પંચાયતોમાં 23 મે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે

Gujarat5/17/2026, 12:00:00 AM
પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે:જિલ્લા પંચાયતમાં 25 મે અને 9 તાલુકા પંચાયતોમાં 23 મે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે
નવ તા. પં.માં ક્યાં કોની સ્થિતિ મજબૂત જિલ્લાની રાજકીય સ્થિતિ જોતા ભાજપ માટે છ તાલુકા પંચાયતોમાં સત્તા સરળ માનવામાં આવી રહી છે,જ્યારે કોંગ્રેસ માટે પાટણ અને સિદ્ધપુર તાલુકા પંચાયત માં કોંગ્રેસની સત્તા બનશે.જોકે સમગ્ર જિલ્લાની નજર સરસ્વતી તાલુકા પંચાયત પર ટકેલી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પાસે સરખી બેઠકો હોવાથી સત્તાનું પલ્લું અંતિમ ક્ષણે કઈ તરફ ઝૂકે તે અંગે સસ્પેન્સ સર્જાયું છે. સરસ્વતી તાલુકા પંચાયતમાં એક સદસ્ય તોડશે તે સત્તા સંભાળશે સરસ્વતી તાલુકા પંચાયત હાલ રાજકીય રીતે સૌથી હોટસ્પોટ બની છે. બંને પક્ષ પાસે સરખી બેઠકો હોવાથી ક્રોસ વોટિંગ મહત્વપૂર્ણ બની શકે છે. રાજકીય સૂત્રો મુજબ બંને પક્ષ દ્વારા સભ્યોને એકજૂટ રાખવા આંતરિક બેઠકો, અને ગોઠવણો શરૂ થઈ ગઈ છે. જો કોઈ પક્ષ તોડફોડની નીતિમાં સફળ રહે તો છેલ્લી ઘડીએ સત્તાનું સમીકરણ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રમુખપદ માટે મતદાનના દિવસે રાજકીય ડ્રામા સર્જાય તેવી પણ ચર્ચાઓ તેજ બની છે. ભાસ્કર ન્યૂઝ ।પાટણ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં સત્તાની ચાવી મેળવવા માટે ભારે લોબિંગ અને આંતરિક દાવપેચ શરૂ થઈ ગયા છે,જેને કારણે આગામી દિવસોમાં પાટણનું રાજકારણ ભારે રસપ્રદ વળાંક લેશે તે નક્કી છે. આ વખતે નવ તાલુકા પંચાયતોમાં પાંચ મહિલા પ્રમુખો બનશે. જિલ્લા પંચાયતની ચૂંટણી 25 મેના રોજ યોજાશે, જેમાં 24 મેના રોજ ફોર્મ ભરાશે. ભાજપ પાસે 19 અને કોંગ્રેસ પાસે 13 બેઠકો હોવાથી પ્રમુખપદ ભાજપના ફાળે જશે, જેમાં ભાવિક પટેલ અને ચેતનાબેન પટેલ રેસમાં છે.બીજી તરફ, ૨૩ મેના રોજ નવ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે,જેના ફોર્મ ૨૨ મેના રોજ ભરાશે. રાજકીય ગણિત મુજબ ચાણસ્મા, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર સહિત ૬ તાલુકાઓમાં ભાજપ બહુમતીમાં છે, જ્યારે પાટણ અને સિદ્ધપુરમાં કોંગ્રેસનું પલ્લું ભારે છે. રાધનપુરમાં એસ.સી. અનામત બેઠક પરથી જીતેલા એકમાત્ર રમેશભાઈ પરમાર પ્રમુખ બનશે,જ્યારે સરસ્વતી તાલુકામાં બંને પક્ષોની બેઠકો સરખી હોવાથી કાંટાની ટક્કર જામશે.
Read Original Article →