વડોદરાના સ્વામી પરિવારે પાટણમાં હવન-યજ્ઞ કર્યો:શ્રી સમેળા માતાજી મંદિરે વાર્ષિક સમૂહ યજ્ઞ યોજાયો
પાટણ: વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ શનિવારે પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં આવેલા કુળદેવી શ્રી સમેળા માતાજીના મંદિર ખાતે વાર્ષિક સમૂહ હવન-યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પવિત્ર હવન-યજ્ઞમાં વડોદરાના ભરતભાઈ, જયેશભાઈ, અરવિંદભાઈ, લાલાભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, તુષારભાઈ, ભીખાભાઈ અને રાજેશભાઈ સહિતના સ્વામી પરિવારના સભ્યો યજમાન પદે બિરાજમાન થયા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો. શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, સ્વામી પરિવારના પ્રમુખ અને શ્રી સમેળા માતાજી મંદિર સમિતિના સેવક શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ અને પુજારી નિતિનભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. વડોદરા સ્થિત સ્વામી પરિવારના સભ્યોએ આ સહયોગ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →