આધેડનો મૃતદેહ મળ્યો:મસાલી ગામથી મજૂરીએ જવાનું કહી ઘરેથી નીકળેલા આધેડ બીજા દિવસે મૃત હાલતમાં મળતાં ચકચાર
રાધનપુર તાલુકામાં એક આધેડ નો મૃતદેહ કેનાલની સાઈડમાંથી મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મજૂરીએ જવાનું કહી ઘરેથી નીકળેલા 50 વર્ષીય વ્યક્તિ બીજા દિવસે સવારે રાધનપુર-મસાલી રોડ ઉપર કેનાલ કાંઠે મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. રાધનપુર તાલુકાના મસાલી ગામના રહેવાસી બચુભાઈ મેવાભાઈ રાવળ 11 મેના રોજ સવારે મજૂરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. જોકે સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા રાતભર શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન 12 મે નાં રોજ સવારે રાધનપુર-મસાલી રોડ ઉપર આવેલ કેનાલની સાઈડમાં એક વ્યક્તિ મૃત હાલતમાં હોવાની જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા. જ્યાં મૃતદેહ બચુભાઈ રાવળનો હોવાનું ઓળખાયું હતું. ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી.આ અંગે રાધનપુર પોલીસ મથકે અકસ્માત મોત નોંધી કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →