શંખેશ્વરમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ:પ્રેમ સંબંધ બાંધી શારીરિક શોષણ કરનાર સામે ગુનો દાખલ, પોલીસ તપાસ શરૂ
પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ લગ્નની લાલચ આપી 21 વર્ષ અને 9 મહિનાની યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મામલે ભોગ બનનાર યુવતીએ ગામના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શંખેશ્વર તાલુકાના એક ગામની 21 વર્ષ અને 9 મહિનાની યુવતીને તેના જ ગામના અભેસંગ કાનજીજી ઠાકોરે પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની ખોટી લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. આ વાયદાઓ આપીને અભેસંગ ઠાકોરે યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. આરોપી દ્વારા લગ્નની લાલચ આપી સતત દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યા બાદ, ભોગ બનનાર યુવતીએ શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી અભેસંગ કાનજીજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.
Read Original Article →