શંખેશ્વરના છેવાડાના ગામોમાં જનગણના કાર્ય:16મી જનગણનાનો પ્રથમ તબક્કો 80% પૂર્ણ; બાકીનો 2-3 દિવસમાં પૂર્ણ થશે

Gujarat6/10/2026, 10:11:34 AM
શંખેશ્વરના છેવાડાના ગામોમાં જનગણના કાર્ય:16મી જનગણનાનો પ્રથમ તબક્કો 80% પૂર્ણ; બાકીનો 2-3 દિવસમાં પૂર્ણ થશે
ભારતમાં જનગણનાનું કાર્ય વર્ષ 1872થી શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં ચાલી રહેલી આ જનગણના દેશની 16મી અને સ્વતંત્રતા પછીની આઠમી જનગણના છે. તેનો મુખ્ય હેતુ ગામડાના છેવાડાના માનવી સુધી ભૌતિક સુવિધાઓ પહોંચી છે કે કેમ તે જાણવાનો અને સરકારને નવી યોજનાઓ ઘડવામાં મદદ કરવાનો છે. જનગણનાના પ્રથમ તબક્કામાં ઘરગણના અને મકાન સૂચિનું કાર્ય ચાલી રહ્યું છે. આ તબક્કામાં શૌચાલયની ઉપલબ્ધતા, પીએનજી/એલપીજી ગેસની સુવિધા, સ્નાનાગૃહ, પીવાના પાણીની સુવિધા અને ગટર વ્યવસ્થા જેવા 34 પ્રશ્નો દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરીનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે. શંખેશ્વર તાલુકાના તારાનગર, નવી કુવર, કુવર સુબાપુરા, રાજપુરા અને રૂપેણ નદી કિનારે આવેલા પીરોજપુરા જેવા છેવાડાના ગામોમાં આ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ ગામોમાં બી.એલ.ઓ. જાનકીબેન પટેલ અને બી.એલ.ઓ. રજનીકાંત પટેલ દ્વારા જનગણનાનું કાર્ય લગભગ 80 ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમણે ખાતરી આપી છે કે આગામી બે-ત્રણ દિવસમાં આ કામગીરી સો ટકા પૂર્ણ કરી દેવામાં આવશે. ગણતરીદારો ગરમી કે અન્ય કોઈપણ મુશ્કેલીની ચિંતા કર્યા વિના નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. તેમને લોકોનો સારો સાથ અને સહકાર પણ મળી રહ્યો છે, જેનાથી સાચી અને સચોટ માહિતી એકત્રિત કરવામાં મદદ મળી રહી છે.
Read Original Article →