શક્તિકૃપા યોગ ક્લાસ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ:પાણી બચાવો, વૃક્ષારોપણ અને ઇકો-બ્રિક્સ પર અપાઈ માહિતી

Gujarat6/6/2026, 11:22:38 AM
શક્તિકૃપા યોગ ક્લાસ દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ:પાણી બચાવો, વૃક્ષારોપણ અને ઇકો-બ્રિક્સ પર અપાઈ માહિતી
ભારત વિકાસ પરિષદ ગુજરાત યોગબોર્ડ સંચાલિત શક્તિકૃપા યોગ ક્લાસ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પર્યાવરણ જતન, પાણી અને વીજળી બચાવવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે માહિતી આપવામાં આવી હતી. ડૉ. રોશનીબેન વ્યાસે પર્યાવરણનું જતન અને ગ્લોબલ વોર્મિંગ વિશે સુંદર માહિતી આપી હતી. મંત્રી મમતાબેન ગાંધીએ ઘરમાં ભેગા થતા પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરીને 'ઈકો-બ્રિક્સ' કેવી રીતે બનાવવી તે સમજાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખ મમતાબેન ખમારે સ્વાગત પ્રવચન આપી સંસ્થાના કાર્યોથી સર્વેને પરિચિત કરાવ્યા હતા. નજીકના ગાર્ડનમાં તુલસી, જાસુદ અને સરગવાના વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હાજર સભ્યોને ગ્રીન જ્યુસ પીવડાવવામાં આવ્યો હતો અને પક્ષીઓને દાણા નાખવા માટે 'દાણા ઘર'નું વિતરણ પણ કરાયું હતું. કાર્યક્રમના અંતે પૂર્ણિમાબેન મોદીએ સૌને પર્યાવરણ જાગૃતિ માટે શપથ લેવડાવ્યા હતા. યોગ શિક્ષક પિયુષભાઈ દવેએ યોગના ફાયદા સમજાવી વધુ લોકોને યોગ ક્લાસમાં જોડાવા આહ્વાન કર્યું હતું. યોગ સાધકોએ સંસ્થાના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
Read Original Article →