સમી તાલુકાના માંડવી ગામની સીમમાં ત્રણ રોઝનો શિકાર:શિકારીઓ બંદૂકથી શિકાર કરી કાર છોડી ફરાર, વન વિભાગની તપાસ તેજ

Gujarat5/21/2026, 8:45:46 AM
સમી તાલુકાના માંડવી ગામની સીમમાં ત્રણ રોઝનો શિકાર:શિકારીઓ બંદૂકથી શિકાર કરી કાર છોડી ફરાર, વન વિભાગની તપાસ તેજ
પાટણ જિલ્લાના સમી તાલુકાના માંડવી ગામમાં કેનાલ નજીક સીમ વિસ્તારમાં મધરાતે ત્રણ રોઝ શિકાર કરવામાં આવ્યો છે. બે બ્લેક કલરની સેન્ટ્રો કારમાં આવેલા શિકારીઓ બંદૂકથી શિકાર કરી ગાડીઓ છોડી ફરાર થઈ ગયા હતા. આ ઘટના મધરાતે બની હતી, જ્યારે શિકારીઓએ બંદૂક વડે રોઝને નિશાન બનાવી હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને સ્થાનિક ખેડૂતો અને રહીશો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને તાત્કાલિક 112 પર પોલીસને જાણ કરી હતી. પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચતા જ શિકારીઓ અંધારાનો લાભ લઈને તેમની કારો છોડીને ભાગી છૂટ્યા હતા. બાદમાં વન વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વન વિભાગની તપાસ દરમિયાન એક રોઝનું માસ કટીંગ કરીને ગાડીમાં ભરેલું મળી આવ્યું હતું, જ્યારે અન્ય બે રોઝના મૃતદેહ પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. વન વિભાગ દ્વારા નીલગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે 1962ની ટીમને જાણ કરવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટના અંગે વન વિભાગના અધિકારી ડી એસ સિંધવ જણાવ્યું હતું કે, "અમે જ્યારે સવારે વહેલા આવ્યા ત્યારે અમને અહીંયા એક જાગૃત નાગરિક તરીકે એક માણસનો કોલ કરવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા, જે દરમિયાન અમારા સામાજિક વનીકરણના સ્ટાફ સાહેબના એમની સાથે રહી અને નોર્મલ અને વિસ્તરણ બંને સાથે રહી અમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ત્યારબાદ તેના બે મૃતદેહ અને કંકાલ મળી આવ્યા હતા જે અમે કબજે લીધા છે અને એક સેન્ટ્રો ગાડી છે જે પણ અમે આજે કબજે લીધેલી છે અને એ દરમિયાન અમે આગળની કાર્યવાહી જે કરી તે ધોરણોસર આગળ વધારી છે."
Read Original Article →