શંખેશ્વરના પંચાસર તળાવમાંથી યુવકની લાશ મળી:રાધનપુરનો યુવક ત્રણ દિવસથી ગુમ હતો, પરિવારને મૃતદેહ સોંપાયો

Gujarat5/23/2026, 2:31:06 PM
શંખેશ્વરના પંચાસર તળાવમાંથી યુવકની લાશ મળી:રાધનપુરનો યુવક ત્રણ દિવસથી ગુમ હતો, પરિવારને મૃતદેહ સોંપાયો
શંખેશ્વર તાલુકાના પંચાસર ગામના તળાવમાંથી એક યુવકની લાશ મળી આવી છે. ગ્રામજનોએ લાશ તરતી જોઈને પોલીસને જાણ કરી હતી. તપાસમાં મૃતક યુવક રાધનપુરનો 20 વર્ષીય સુનીલ રાણા હોવાનું સામે આવ્યું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને તળાવમાંથી બહાર કઢાવી શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગઈ હતી. યુવકના હાથ પર 'સુનીલ' નામનું છૂંદણું હતું, જેના આધારે તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, આ યુવક છેલ્લા ત્રણ દિવસથી પંચાસર અને આસપાસના વિસ્તારોમાં ફરતો હતો. રાધનપુરમાં રહેતા સુનીલના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવતા તેઓ શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. પરિવારે જણાવ્યું હતું કે, સુનીલ માનસિક રીતે અસ્થિર હોવાથી અવારનવાર ઘરેથી નીકળી જતો હતો અને છેલ્લા ત્રણ દિવસથી તે ગુમ હતો. શનિવારે તળાવમાંથી તેની લાશ મળી હતી. શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવી હતી.
Read Original Article →