રાધનપુરમાં કાર ચલાવવા મુદ્દે હિંસક હુમલો, CCTV:ગાડી કેમ ધીમી ચલાવતો નથી? કહી પેટ્રોલ પંપ પર લાકડી લઈ 4 શખસ તૂટી પડ્યા, જાનથી મારવાની ધમકી

Gujarat4/13/2026, 10:30:04 AM
રાધનપુરમાં કાર ચલાવવા મુદ્દે હિંસક હુમલો, CCTV:ગાડી કેમ ધીમી ચલાવતો નથી? કહી પેટ્રોલ પંપ પર લાકડી લઈ 4 શખસ તૂટી પડ્યા, જાનથી મારવાની ધમકી
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ગાડી ધીમી ચલાવવાની સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂની અદાવત રાખી 4 શખસોએ એક યુવક પર લાકડીઓ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે 3 નામજોગ અને 1 અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ યુવકને બરહેમીથી લાકડીથી માર માર્યો હતો. સમગ્ર ઘટના શું હતી ? સમી તાલુકાના ચોરાવાસ વિસ્તારમાં રહેતા મોહમદહીલાલ મોહમદહનીફ સૈયદ 8 એપ્રિલે બપોરે 12:00 વાગ્યાના સુમારે પોતાના મિત્રની કાર લઈને સમી બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સમી ચાર રસ્તા પાસે ઉભેલા દાઉદ ઇબ્રાહીમ સૈયદે તેમને રોકી, "ગાડી કેમ ધીમી ચલાવતો નથી?" તેમ કહી બોલાચાલી કરી હતી. આ વિવાદ બાદ મોહમદહીલાલ કામ અર્થે રાધનપુર જવા નીકળી ગયા હતા. CCTVમાં શું દેખાય છે? એક શખસ સાથે યુવક બચાવ કરતો દેખાય છે. તેને બોચીએ પકડીને ઊંધો પટકે છે. દરમિયાન અન્ય શખસ લાકડી લઈને આવીને પગ પર મારવા લાગે છે. આ વચ્ચે ત્રીજો શખસ દોડી આવીને પટકાયેલા યુવકને મારવા લાગે છે. બંને વારાફરતી યુવકના પગ પર લાકડી ફટકારતા દેખાય છે. પેટ્રોલ પંપ પર હાજર લોકો બચાવવા માટે એકબીજા આગળ કરતા દેખાયછે . દરમિયાન એક શખસ આવીને હુમલાખોરોને રોકે છે. પેટ્રોલ પંપ પર હિંસક હુમલો બપોરે આશરે 4:00 વાગ્યે ફરિયાદી જ્યારે રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસેના નાયરા પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા ઉભા હતા, ત્યારે સફેદ કલરની અર્ટીકા ગાડીમાં 4 શખસો લાકડીઓ સાથે ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોમાં મજીદ ઇસ્માઇલ સૈયદ, ઉમર દાઉદ સૈયદ, સોયેબ હબીબ સૈયદ અને એક અજાણ્યો શખસ સામેલ હતો. આ શખસોએ સવારની બોલાચાલીનો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હુમલો કર્યો હતો. મજીદ સૈયદે માથાના પાછળના ભાગે, ઉમર સૈયદે જમણા પગે અને સોયેબ તથા અજાણ્યા શખસે ડાબા પગે લાકડીના ફટકા માર્યા હતા. યુવકે બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 5 દિવસે ફરિયાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. રાધનપુર પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 296(b), 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ શંકરભાઈ આ કેસની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે.
Read Original Article →