ભાસ્કર એનાલિસિસ:પાટણ પાલિકામાં પ્રમુખ માટે પ્રિયંકા દેસાઈસિદ્ધપુરમાં રણજીત ઠાકોરના નામો આગળ
પાટણ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે ચર્ચાસ્પદ પાટણ અને સિધ્ધપુર નગરપાલિકામાં ભાજપ બહુમતી સાથે જીત્યા બાદ હવે સત્તાના સિંહાસન માટે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા આગામી 19 મે 2026 ના રોજ ચૂંટણી યોજવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે બંને શહેરોમાં નાયબ કલેક્ટર સ્તરના અધિકારીઓને અધ્યાસી અધિકારી તરીકે નિયુક્ત કરી દેવાયા છે. આ વખતે 2027 માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ મોટા સમાજોને આકર્ષવા પક્ષ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બન્નેની પસંદગી કરનાર છે.પાટણ પાલિકામાં પ્રમુખ માટે પ્રિયંકાબેન દેસાઈ, સિદ્ધપુર પાલિકામાં રણજીતસિંહ ઠાકોરના નામો સૌથી આગળ છે. પાટણ શહેરી વિકાસ વિભાગના રોસ્ટર પોઈન્ટ મુજબ આ વખતે પાટણ નગરપાલિકાનું પ્રમુખ પદ ઓબીસી વર્ગની સ્ત્રી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે. જ્યારે સિધ્ધપુરમાં આ પદ ઓબીસી માટે અનામત છે, જેમાં સ્ત્રી કે પુરુષ કોઈ પણ ઉમેદવાર બની શકશે. બન્ને પાલિકાના સભાખંડમાં 19 મેના રોજ સવારે 11 કલાકે આ મહત્વની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં બહુમતી ધરાવતા સભ્યો દ્વારા પ્રમુખ પદ અને ઉપપ્રમુખ પદ માટે દરખાસ્ત બાદ સભ્યોના મત લઈને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થશે. બંને પાલિકામાં કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો હોય દાવેદારી કરશે જેથી બિનહરીફના બદલે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. સિદ્ધપુરમાં ક્ષત્રિય ઠાકોર ચહેરો પ્રમુખ બનશે કોણ બનશે : સિધ્ધપુર પાલિકામાં ઓબીસી સામાન્ય બેઠક હોય ત્યાં પ્રમુખ પદ માટે રણજીતસિંહ ઠાકોરનું નામ નક્કી થઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ : ક્ષત્રિય ચહેરો નક્કી કરવા પાછળ મુખ્યત્વે વર્ષોથી પક્ષ સાથે જોડાવાની સાથે તેમનું બિનવિવાદિત ચહેરો છે. ઉપરાંત લાંબા વર્ષોથી પાલિકામાં ક્ષત્રિય સમાજને પ્રમુખ પદ ના મળ્યું હોય આ વખતે સોંપવામાં આવશે. સાથે તેમના પત્ની મહેસાણાના દૂધસાગર ડેરીના પૂર્વ ડિરેક્ટર પણ હતા જેથી સહકારી ક્ષેત્રે પણ મોટું કદ ધરાવે છે.અને સ્થાનિક થી પ્રદેશ કક્ષા સુધીના નેતાઓ સુધી સંપર્કમાં હોય સાથે સિધ્ધપુર શહેર સહિત વિધાનસભામાં પણ ઠાકોર સમાજનું સૌથી મોટું વટ બેંક છે.જેથી તેમની પસંદગી થઈ શકે છે.એવું પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. પાટણ પાલિકામાં દેસાઈ મહિલાને પ્રમુખબનાવાશે કોણ બનશે : વોર્ડ નંબર 2, 4 અને 6 ના મહિલા ઉમેદવારો પ્રમુખ પદની રેસમાં સૌથી આગળ છે.જેમાં સૌથી વધુ નામ પ્રિયંકાબેન દેસાઈનું નામ ચર્ચામાં છે. કારણ : પાટણમાં લાંબા સમયથી ઠાકોર કે દેસાઈ સમાજને પ્રમુખ પદ ન મળ્યું હોવાથી આ વખતે દેસાઈ સમાજને તક મળી શકે છે. આ મહિલા હાંસાપુરના પૂર્વ સરપંચ અને જાહેર સંસ્થાઓમાં સક્રિય હોવાથી દેસાઈ પરિવારના પુત્રવધુ છે.સાથે વિસ્તારમાંથી સમગ્ર પેનલ જીતાડીને લાવ્યા છે અને બિન વિવાદિત ચહેરો છે.સાથે વિધાનસભામાં 45000 જેટલા મત દેસાઈ સમાજના છે. શહેર વિધાનસભાનું મુખ્ય મથક હોય દેસાઈ સમાજને પ્રભુત્વ મળતા તેનો પક્ષને ફાયદો થઈ શકે છે.તેવું ભાજપ પક્ષના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું.
Read Original Article →