ટ્રાફિકની સમાસ્યા:પાટણના દોશીવટ બજારમાં કલાકો સુધી ટ્રાફિક થતાં લોકો અટવાયાં
પાટણ શહેરના દોશીવટ બજારમાં શનિવારની સાંજે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી.મુખ્ય બજાર માર્ગો પર વાહનચાલકો દ્વારા કરાતા આડેધડ પાર્કિંગ અને લારીઓના દબાણના કારણે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પોઈન્ટ પર એક પણ પોલીસ કર્મચારી કે TRB જવાન હાજર ન રહેતાં વાહનચાલકો,રાહદારીઓ અને સ્થાનિક વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.સાંજના સમયે કલાકો સુધી જામમાં ફસાયેલા લોકોમાં પોલીસ સામે તીવ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોની માંગ છે કે, બજારમાં રોજબરોજ સર્જાતી આ કમરતોડ ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે પોલીસ અને નગરપાલિકા તંત્ર સંયુક્ત રીતે કડક હાથે દબાણ હટાવવાની કામગીરી કરે.
Read Original Article →