પાટણમાં સત્યનારાયણ કથા પ્રસંગે બે વ્યક્તિઓનું સન્માન:આદિવાડા ગામનું ગૌરવ વધારનારનું ગંગાબેન દેસાઈ પરિવાર દ્વારા કરાયું આયોજન
પાટણ સ્થિત આદિવાડાના વતની ગંગાબેન દેસાઈના પરિવાર દ્વારા શુક્રવારે સાંજે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે આદિવાડા ગામનું ગૌરવ વધારનાર બે પ્રતિભાશાળી વ્યક્તિઓનું શાલ અને બુકે અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સેવાળા પરિવારના બાબુભાઈ દેસાઈ, કૌશિક દેસાઈ, કમલેશભાઈ દેસાઈ સહિત આદિવાડાના અમથાભાઈ દેસાઈ અને બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સમાજના અન્ય આગેવાનો, ભાઈઓ અને બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ સન્માનિત વ્યક્તિઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સમાજ અને જનસેવા ક્ષેત્રે આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી, જે આદિવાડા ગામ માટે ગૌરવરૂપ છે. આ પ્રસંગે પાટણના જાણીતા તબીબ અને લોકોને અવિરત આરોગ્ય સેવા પૂરી પાડનાર ડૉ. કાનજીભાઈ રબારી તેમજ પાટણ નગરપાલિકાના સદસ્ય અને આદિવાડા માટે ગૌરવરૂપ ડૉ. બાબુભાઈ પ્રજાપતિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
Read Original Article →