પાટણ દ્વારકાધીશ મંદિરે મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે:ચૈત્ર વદ અગિયારસે પ્રભાતફેરી, શૃંગાર પલના અને શોભાયાત્રા યોજાશે

Gujarat4/10/2026, 12:25:43 PM
પાટણ દ્વારકાધીશ મંદિરે મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે:ચૈત્ર વદ અગિયારસે પ્રભાતફેરી, શૃંગાર પલના અને શોભાયાત્રા યોજાશે
પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ ચૈત્ર વદ અગિયારસ, તારીખ 13 એપ્રિલ 2026, સોમવારે ઉજવાશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાગટ્યોત્સવના દિવસે સવારે 6:00 વાગ્યે શ્રી દ્વારકાધીશ મંદિરેથી પ્રભાતફેરી નીકળશે. ત્યારબાદ સવારે 10:15 કલાકે શૃંગાર પલના અને રાજભોગ ફુલ મંડળી યોજાશે. સવારે 11:30 કલાકે રાજભોગમાં તિલક કરવામાં આવશે. સાંજે 5:00 કલાકે શોભાયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. ઉત્થાપન આરતીના દર્શન રાબેતા મુજબ થશે. શયનમાં પીળી ઘટાના દર્શન બાદ સમાજ કીર્તનનું આયોજન કરાશે. આ ઉપરાંત, ચૈત્ર વદ નોમ, તારીખ 11 એપ્રિલ 2026, શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાકે શ્રી વલ્લભ સાખીના પાઠ પણ યોજાશે.
Read Original Article →