અધિક માસમાં પાટણના ગોપીનાથજી મંદિરે વિવિધ મનોરથ:મોટી સંખ્યામાં ભક્તોએ મનોરથનો લાભ લીધો

Gujarat6/10/2026, 1:35:06 PM
અધિક માસમાં પાટણના ગોપીનાથજી મંદિરે વિવિધ મનોરથ:મોટી સંખ્યામાં ભક્તોએ મનોરથનો લાભ લીધો
પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે ત્યારે પાટણ શહેરના સોનીવાડામાં આવેલા શ્રી ગોપીનાથજી ભગવાનના મંદિરમાં દરરોજ વિવિધ મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો આ મનોરથનો લાભ લઈ રહ્યા છે. પાટણના સોનીવાડામાં આવેલું આ ગોપીનાથજી મંદિર લગભગ દોઢસો વર્ષ જૂનું છે. આ મંદિર ગુરુ બ્રહ્મલીન 1008 ચંદ્રવદન મહારાજા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમની ત્રીજી પેઢી દ્વારા તેની સેવા કરવામાં આવી રહી છે. મંદિરમાં રામજી પ્રભુ, કૃષ્ણ ભગવાન અને નાના લાલજીની પ્રતિમાઓ સ્થાપિત છે. અહીં રામ નવમી, નંદ ઉત્સવ, કુંજગલી, રથયાત્રા, કેસરીગટ્ટા અને ગીરીરાજ ઉપર ઝુલો જેવા અનેક મનોરથોનું આયોજન થાય છે. પુરુષોત્તમ માસ દરમિયાન આવા અનેક નવા મનોરથો કરવામાં આવી રહ્યા છે. શ્રાવણ મહિનામાં પણ પ્રભુને અલગ અલગ હિંડોળામાં ઝુલાવી લાડ લડાવવામાં આવે છે. આ મંદિર કૃષ્ણ સિનેમા પાસેથી સોનીવાડામાં થઈને તેમજ મુખ્ય બજારમાં ચિતારાની પહેલી ખડકીમાંથી પણ દર્શન કરવા માટે જઈ શકાય છે.
Read Original Article →