પાટણમાં ડહોળું પાણી: નગરપાલિકાએ ખુલાસો કર્યો:નર્મદા કેનાલમાંથી નીચલા સ્તરેથી પાણી આવતા ઉકાળીને પીવા અપીલ
પાટણ શહેરમાં છેલ્લા બે દિવસથી ડહોળું અને પીળાશ પડતું પાણી આવવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ મામલે પાટણ નગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજના હેઠળ ખોરસમ પંપિંગ સ્ટેશનથી પધ્મનાભ જંકશન પર પાઇપલાઇન દ્વારા પાણી આવે છે. આ પાણી ખુલ્લી કેનાલ મારફતે સિદ્ધિ સરોવરમાં ઠલવાય છે. હાલમાં નર્મદા કેનાલમાંથી પાણી નીચલા સ્તરેથી સિદ્ધિ સરોવરમાં આવી રહ્યું હોવાથી પાણીમાં ડહોળાશ અને પીળાશ જોવા મળી રહી છે. સિદ્ધિ સરોવર ખાતે આવેલા ઇન્ટેકવેલ દ્વારા પાણી લિફ્ટિંગ કરીને તેને ફિલ્ટર પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. આ ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરિન ગેસ દ્વારા પાણીને શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. શુદ્ધિકરણ બાદ જ પાણી શહેરના વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. પાણીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસર દ્વારા જાહેર જનતાને પાણી ઉકાળીને પીવા માટે અપીલ કરવામાં આવી છે.
Read Original Article →