વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ટ્રસ્ટના નવા હોદ્દેદારોની વરણી:પાટણમાં 5 વર્ષની ટર્મ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂક

Gujarat6/9/2026, 12:53:39 PM
વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ટ્રસ્ટના નવા હોદ્દેદારોની વરણી:પાટણમાં 5 વર્ષની ટર્મ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂક
શ્રી વઢિયાર ગોળ દરજી સુથાર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતાં પાટણની રતન હોસ્ટેલ ખાતે નવીન ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની વરણી માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સર્વાનુમતે નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. આ સભા સમાજના પ્રમુખ સુરેશભાઈ જાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ત્રિકમજી મંદિર ધર્માદા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ રીબડી અને ટ્રસ્ટી અમરતભાઈ સેવક સહિત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સર્વાનુમતે સિદ્ધપુરના પ્રવિણભાઈ ઈશ્વરભાઈ દરજીને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. ઉપરાંત, ભુજના મુકેશભાઈ જીતુભાઈ ડાભીને ઉપપ્રમુખ, ભીલોટના સોમાભાઈ કેશવલાલ સુથારને મંત્રી, મહેસાણાના મનુભાઈ બબલદાસ દરજીને સહમંત્રી અને અમદાવાદના દેવરામભાઈ ડુંગરભાઇ સુથારને ખજાનચી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટના અન્ય સભ્યો તરીકે બોરીસણાના નટુભાઈ ગંગારામ દરજી, શિહોરીના અનિલભાઈ જગદીશભાઈ દરજી, વારાહીના જનકભાઈ દલસુખભાઈ દરજી, નખત્રાણાના મહેન્દ્રભાઈ નવીનભાઈ દરજી, કલોલના જીતેન્દ્રભાઈ બાબુભાઈ દરજી અને વિસનગરના હીરાભાઈ ડાયાભાઈ દરજીની નિમણૂંક કરવામાં આવી હતી. સભા દરમિયાન ટ્રસ્ટના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને હોસ્ટેલના નિભાવ ખર્ચ તેમજ તેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ હતી. આગામી સમયમાં શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોને વેગવંતા બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, દીકરી વધાવો પ્રકલ્પ અને યુવાનોના ઉચ્ચ શિક્ષણ માટે કારકિર્દી સેમિનાર જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
Read Original Article →