સિધ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપર્ણ:ધો.1 થી 10 ના વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અપાયા
પાટણ શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સિધ્ધરાજ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. બુધવારે શહેરની કડવા પાટીદાર સમાજની વાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ પરિવારના ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક નોટબુક, ચોપડા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, જાણીતા કાયદાવિદ ડો. મનોજભાઈ પરમાર, ઈશ્વરભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, દાતા કનુભાઈ પટેલ, વિરલ પટેલ અને યોગેશ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સિધ્ધરાજ ફાઉન્ડેશનના પ્રમુખ રવિ પ્રજાપતિ, મનોજભાઈ, મેહુલભાઈ પ્રજાપતિ, કિશોરભાઈ, રાજુભાઈ, હિંમતસિંહ રાજપૂત, ઈશ્વરસિંહ રાજપૂત, સિધ્ધરાજ સિંહ રાજપૂત, હરેશ સેનમા અને હિતેશભાઈ પ્રજાપતિ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
Read Original Article →