પાટણની રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞ યોજાયો:વાવાઝોડા વચ્ચે પણ ભક્તોએ અખંડ પાઠ અને યજ્ઞ ચાલુ રાખ્યો

Gujarat4/8/2026, 3:51:39 AM
પાટણની રામકૃષ્ણ ગૌશાળામાં 108 આહુતિ મારુતિ યજ્ઞ યોજાયો:વાવાઝોડા વચ્ચે પણ ભક્તોએ અખંડ પાઠ અને યજ્ઞ ચાલુ રાખ્યો
પાટણ ખાતે શ્રી રામકૃષ્ણ ગૌશાળા, રામનગર પદ્મનાથ મંદિર સામે મંગળવારે 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શ્રી સીતારામ મંડળ, જલારામ ગૌ સત્સંગ મંડળ અને શ્રી આનંદ ગરબા મંડળના ભક્તો દ્વારા યોજાયો હતો. આહુતિ પિયુષભાઈ મહારાજ દ્વારા અપાવવામાં આવી હતી. ભોજન પ્રસાદ હસમુખલાલ ઈશ્વરલાલ ઠક્કર, નાયકા વાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પાટણના મોટી સંખ્યામાં ભક્તો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →