સાબરમતી-જોધપુર ટ્રેન જેસલમેર સુધી લંબાવાઈ:પાટણના મુસાફરોને રાજસ્થાનના ધાર્મિક સ્થળોનો સીધો લાભ

Gujarat5/28/2026, 4:55:01 AM
સાબરમતી-જોધપુર ટ્રેન જેસલમેર સુધી લંબાવાઈ:પાટણના મુસાફરોને રાજસ્થાનના ધાર્મિક સ્થળોનો સીધો લાભ
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ અગાઉ રાજસ્થાનના જોધપુર સુધી દોડતી સાબરમતી-જોધપુર ટ્રેનને હવે વિશ્વપ્રસિદ્ધ પ્રવાસી મથક જેસલમેર સુધી લંબાવી છે. આ રૂટના વિસ્તરણથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પ્રવાસ કરતા મુસાફરો, વેપારીઓ અને યાત્રાળુઓને સીધો લાભ થશે. આ નિર્ણયથી પાટણના મુસાફરો માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે, આ ટ્રેન અપ અને ડાઉન (આવતી અને જતી) એમ બંને તરફ પાટણ રેલવે સ્ટેશને સ્ટોપેજ ધરાવે છે. પાટણના પ્રવાસીઓ હવે સીધા જ રાજસ્થાનના જોધપુર, રામદેવરા અને જેસલમેર જેવા અગ્રણી ધાર્મિક અને પર્યટન સ્થળો સુધી કોઈ પણ જાતની ઝંઝટ વગર સરળતાથી મુસાફરી કરી શકશે. ટ્રેન નં. 20485 (સાબરમતી BG થી જેસલમેર સુધી) સાબરમતી BG સ્ટેશનથી સવારે 07:00 વાગ્યે ઉપડશે. તે સવારે 07:47 વાગ્યે મહેસાણા જંકશન થઈને બરાબર સવારે 08:25 વાગ્યે પાટણ રેલવે સ્ટેશને પહોંચશે. પાટણથી આગળ આ ટ્રેન ભીલડી જંક્શન (09:35), ધનેરા (10:14), રાણીવાડા (10:43), મારવાડ ભીનમાલ (11:17), મોદરાન (11:40), જાલોર (12:09), મોકલસર (12:36), સમદરી જંક્શન (13:57), ભગત કી કોઠી (14:25) થઈને બપોરે 14:50 વાગ્યે જોધપુર જંક્શન પહોંચશે. ત્યાંથી આગળ વધીને ઓશિયા (16:02), ફલોડી જંક્શન (17:33) અને રામદેવરા (18:28) થઈને રાત્રે 20:30 વાગ્યે જેસલમેર સ્ટેશને પોતાની સફર પૂર્ણ કરશે. ટ્રેન નં. 20486 (જેસલમેર થી સાબરમતી BG સુધી) પરત પ્રવાસમાં જેસલમેરથી સવારે 06:30 વાગ્યે ઉપડશે અને રામદેવરા (07:53), ફલોડી (09:15), ઓશિયા (10:05), જોધપુર (11:50), ભગત કી કોઠી (11:58), લુણી (12:25), ધુંદારા (12:50), સમદરી (13:10), મોકલસર (13:37), જાલોર (14:12), મોદરાન (14:46), મારવાડ ભીનમાલ (15:09), રાણીવાડા (15:38), ધનેરા (16:10) અને ભીલડી (17:05) થઈને સાંજે 17:52 વાગ્યે પાટણ રેલવે સ્ટેશને પરત ફરશે. પાટણથી ઉપડીને સાંજે 18:31 વાગ્યે મહેસાણા થઈને રાત્રે 20:00 વાગ્યે સાબરમતી BG ખાતે પહોંચશે. આ વિસ્તરણ સાથે, પાટણ રેલવે સ્ટેશનથી હવે જેસલમેર જવા માટે બે ટ્રેનો ઉપલબ્ધ થશે. અગાઉથી જ ટ્રેન નંબર 20491 જેસલમેર-સાબરમતી અને ટ્રેન નંબર 20492 સાબરમતી-જેસલમેર દૈનિક ધોરણે દોડી રહી છે. આમ, પાટણની જનતાને હવે જેસલમેર માટે બે ટ્રેનોનો લાભ મળશે.
Read Original Article →