પાટણ પાલિકાની ચૂંટણી: બે ઉમેદવારોએ ત્રણ ફોર્મ ભર્યા:ચાર દિવસમાં 228 ફોર્મનું વિતરણ, 26 એપ્રિલે મતદાન
પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 228 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. અત્યાર સુધીમાં બે ઉમેદવારો દ્વારા ત્રણ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. નગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. ચૂંટણી અધિકારીને રજૂ કરાયેલા ત્રણ ફોર્મ પૈકી, વોર્ડ નંબર 9માંથી અપક્ષ ઉમેદવાર નરેશ દવેએ બે ફોર્મ ભર્યા છે. જ્યારે વોર્ડ નંબર 3 માંથી ઉમેદવાર મીનાક્ષીબેન રવિકુમાર ઝાલાએ એક ફોર્મ ભર્યું છે. પાટણ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે 6 એપ્રિલથી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે અલગથી સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. પ્રથમ દિવસથી જ ઉમેદવારી ફોર્મ લેવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો હતો. ઉમેદવારી ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારબાદ 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
Read Original Article →