પાટણ નગરપાલિકા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકનું અનામત જાહેર:22 બેઠક મહિલાઓ માટે, OBC-SC અને સામાન્ય વર્ગનું સમીકરણ

Gujarat4/7/2026, 3:44:15 AM
પાટણ નગરપાલિકા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકનું અનામત જાહેર:22 બેઠક મહિલાઓ માટે, OBC-SC અને સામાન્ય વર્ગનું સમીકરણ
રાજ્ય ચૂંટણી આયોગે પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ સાથે જ 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે જ્ઞાતિવાર અને અનામત બેઠકોની ફાળવણી પણ જાહેર કરવામાં આવી છે. આ બેઠકો સ્ત્રી અનામત, પછાતવર્ગ (OBC), અનુસૂચિત જાતિ (SC) અને સામાન્ય વર્ગ મુજબ વહેંચવામાં આવી છે. નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ ચાર બેઠકો છે. તેમાંથી પ્રથમ બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ રીતે, 11 વોર્ડની કુલ 44 બેઠકોમાંથી 22 બેઠકો પર માત્ર મહિલા ઉમેદવારો જ ચૂંટણી લડી શકશે. પછાતવર્ગ (OBC) માટેની બેઠકોની વાત કરીએ તો, વોર્ડ નંબર 2, 4, 5, 7, 8 અને 10માં પ્રથમ બેઠક પછાતવર્ગની મહિલાઓ માટે અનામત છે. જ્યારે વોર્ડ નંબર 1, 3, 6, 9, 10 અને 11માં ત્રીજી બેઠક પછાતવર્ગના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે. અનુસૂચિત જાતિ (SC) માટે વોર્ડ નંબર 3 અને 6માં પ્રથમ બેઠક અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અનામત છે. વોર્ડ નંબર 2માં અનુસૂચિત આદિ જાતિ (ST) માટે બેઠક અનામત રખાઈ છે. આ ઉપરાંત, વોર્ડ નંબર 4 અને 5માં ત્રીજી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. વોર્ડ નંબર 7, 8 અને 11માં ચોથી બેઠક સહિત મોટાભાગની બેઠકો સામાન્ય કેટેગરીમાં ફાળવવામાં આવી છે. આ બેઠકો પર બિન-અનામત ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જોવા મળશે. બેઠકોના આ નવા માળખાને કારણે અનેક વર્તમાન કાઉન્સિલરોની બેઠકોમાં ફેરફાર થવાની શક્યતા છે, અને નવા ચહેરાઓને તક મળી શકે છે. રાજકીય પક્ષો હવે આ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરશે.
Read Original Article →