પાટણ લાયન્સ ક્લબના 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી:મૌલિક ઠક્કર પ્રમુખ, મેહુલ પ્રજાપતિ મંત્રી, દર્શન રામી ખજાનચી બન્યા

Gujarat5/14/2026, 9:31:23 AM
પાટણ લાયન્સ ક્લબના 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી:મૌલિક ઠક્કર પ્રમુખ, મેહુલ પ્રજાપતિ મંત્રી, દર્શન રામી ખજાનચી બન્યા
પાટણ લાયન્સ ક્લબ દ્વારા વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. લાયન્સ હોલ ખાતે યોજાયેલી નોમિનેશન કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ વરણીમાં મૌલિક ઠક્કરને પ્રમુખ, મેહુલ પ્રજાપતિને મંત્રી અને દર્શન રામીને ખજાનચી તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા છે. અન્ય હોદ્દેદારોમાં ઇમિજિએટ પાસ્ટ પ્રમુખ તરીકે નિકુલ મોદી, પ્રથમ ઉપપ્રમુખ તરીકે પરીન પંચીવાલા, દ્વિતીય ઉપપ્રમુખ તરીકે રાજુ દેસાઈ અને તૃતીય ઉપપ્રમુખ તરીકે દિલીપ પ્રજાપતિની વરણી થઈ છે. પ્રતાપસિંહ ઠાકોર સહમંત્રી અને ભદ્રેશ મોદી સહ ખજાનચી બન્યા છે. વધુમાં, નરેન્દ્ર પુરોહિત ટેમર, દાદુજી રાઠોડ ટેઈલ ટ્વિસ્ટર, સંદીપ બામચા પી.આર.ઓ., વિજય ચૌધરી નેશન ફર્સ્ટ, શૈલેષ પટેલ અને ડો. નિલયભાઈ ચૌધરી ફંડ રેઇઝિંગ ચેરમેન, અશોક પટેલ મીડિયા સેલ, શ્રીરાજ સોની સાઇટ ફર્સ્ટ અને ધર્મેશ સોની ઇન્વાયટી ડેઝીગ્નેટ તરીકે નિયુક્ત થયા છે. ડિરેક્ટર તરીકે મનોજ પટેલ, મુકેશ પટેલ, કિશોર મહેશ્વરી, જેસંગભાઈ ચૌધરી, ગોપાલસિંહ રાજપૂત, બ્રિજેશ પટેલ અને ઉદય પટેલની પસંદગી કરવામાં આવી છે. આ બેઠકમાં નોમિનેશન કમિટીના ચેરમેન બ્રિજેશ પટેલ અને સભ્યો મુકેશ જે પટેલ, મનોજ કે. પટેલ, નટવરસિંહ ચાવડા, રાજગોપાલ મહારાજા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વરણી સંબંધિત સભ્યોની કાર્યક્ષમતા અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને સર્વાનુમતે કરવામાં આવી હતી.
Read Original Article →