પાટણમાં ચૂંટણી પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:કાયદો વ્યવસ્થા જાળવવા DYSP સહિતના અધિકારીઓની ફ્લેગ માર્ચ
પાટણ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
ડીવાયએસપી પરેશ રેણુકા, એ ડિવિઝન પીઆઈ કે.જે. ભોંય અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ પોલીસ ટીમે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read Original Article →