પાટણમાં 398 કરોડનું મોટું સાયબર કૌભાંડ:હારીજ નાગરિક બેન્કમાં 13 ખાતા ખોલાવી કરોડોના વ્યવહારો કર્યા, દેશભરમાંથી 228 ફરિયાદો, ખાતા ભાડે આપનાર સહિત 20 સામે ગુનો;14ની અટકાયત
પાટણ જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે, જેમાં 398 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો ધરાવતું એક આખું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું છે. 07/06/2026 ના રોજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત FIR દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં માસ્ટરમાઇન્ડ અને અકાઉન્ટ ભાડે આપનારા સહિત 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને 14ની અટકાયત કરવામાં આવી છે. હારીજ નાગરિક સહકારી બેન્કમાં 13 ખાતા ખોલાયા
પાટણ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયીએ આ સમગ્ર કૌભાંડ અંગે માહિતી આપતા કહ્યું કે 01/01/2025થી 07/06/2026ના સમયગાળા દરમિયાન આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. હારીજની ધી હારીજ નાગરીક સહકારી બેંકમાં 13 કરંટ અકાઉન્ટ્સ ખોલવામાં આવ્યાં હતા અને તેમાં મોટી રકમો ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અંગે દેશભરમાંથી 228 ફરિયાદો NCCRP પોર્ટલ પર નોંધાઈ હતી. ખાતાધારકોને તેઓ કાયદેસરનો ધંધો કરતા હોય તેમ દર્શાવી APMCના બોગસ લાઇસન્સ અથવા ગુમાસ્તા ધારાના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી આપતા હતા. તેના આધારે હારીજની નાગરિક સહકારી બેંકમાં કરંટ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યાં હતા. બેંક ખાતું ખુલ્યા બાદ મળતી તમામ વેલકમ કીટ, ATM કાર્ડ, પાસબુક અને નેટ બેંકિંગની સામગ્રી વચેટિયાઓ પોતાની પાસે જ રાખી લેતા હતા. એટલું જ નહીં, ખાતાધારકો પાસેથી આખી ચેકબુકના કોરા ચેક પર અગાઉથી જ સહીઓ કરાવી લેવામાં આવતી હતી. બેંકમાં રજીસ્ટર કરવા માટે ખાતાધારકોના નામે જ નવા સીમકાર્ડ ખરીદવામાં આવતા હતા, જેથી નાણાકીય ટ્રાન્ઝેક્શનના OTP ગુનેગારોને સીધા જ મળી શકે અને મૂળ ખાતાધારકને ખબર પણ ન પડે. મ્યુલ અકાઉન્ટ્સનો ઉપયોગ અને વચેટિયાઓને કમિશન
આજના આધુનિક સમયમાં સાયબર ગુનેગારો ઓનલાઈન જુગાર, સટ્ટો, OTP ફ્રોડ, APK ફાઈલ કે લીંક મોકલી ખાતું એક્સેસ કરવું, ન્યુડ વિડીયો બનાવી બ્લેકમેઈલિંગ કરવું અને ડિજિટલ એરેસ્ટ ના નામે કરોડો રૂપિયા પડાવતા હોય છે. આ પડાવેલી રકમને સગેવગે કરવા અને પોલીસથી પોતાની ઓળખ છુપાવવા માટે તેઓ "મ્યુલ અકાઉન્ટ્સ" નો ઉપયોગ કરતા હતા. મુખ્ય આરોપીઓ અને વચેટિયાઓ સામાન્ય, મધ્યમવર્ગીય કે ગરીબ લોકોને દર મહિને ફિક્સ કમિશન રૂ.10,000થી રૂ.30,000 આપવાની લાલચ આપતા હતા. 13 ખાતાઓમાં થયેલા કરોડોના વ્યવહારોની વિગત
પોલીસ તપાસમાં બહાર આવેલા 13 અકાઉન્ટ્સ પૈકીના કેટલાક મુખ્ય ખાતાઓ, તેમાં જમા થયેલી રકમ અને દેશભરમાંથી નોંધાયેલી ફરિયાદોની વિગત નીચે મુજબ છે:
13 ખાતાધારકો અને અન્ય 7 સામે ગુનો, 14ની અટકાયત
પાટણ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયીએ કહ્યું કે પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય લોકો જેમણે આ ખાતાઓનો ઉપયોગ કર્યો છે એ લોકોના નામજોગ અને અન્ય જેમણે આ ખાતાઓ ખોલવા માટે, ઓપરેટ કરવા માટે કે અન્ય રીતે જે મદદ કરી છે એમના વિરુદ્ધ પાટણ સાયબર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરી અને 14 જેટલા આરોપીઓને અટક કર્યા છે. અન્ય જે 6 આરોપીઓ છે એમની શોધખોળ હાલ પોલીસ કરી રહી છે. આ 20 આરોપીઓ સામે નોંધાયો ગુનો 1. રમેશભાઈ અમથાભાઈ સુથાર - ઉંમર 50, રહે.કાણીજ ગામ, સમી, પાટણ
2. વિષ્ણુભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ - ઉંમર 30, રહે. હારીજ, પાટણ
3. વસંતભાઈ અમથાભાઈ સુથાર - ઉંમર 46, રહે રાધનપુર, પાટણ
4. શૈલેશજી જગાજી ઠાકોર - ઉંમર 21, રહે. લક્ષ્મીપુરા, પાટણ
5. દિનેશ કનુભાઈ પ્રજાપતિ - ઉંમર 30, રહે. બોરતવાડા, હારીજ, પાટણ
6. મહિપત કનુભાઈ પ્રજાપતિ - ઉંમર 28, રહે. અંબિકનગર, હારીજ, પાટણ
7. વિક્રમભાઈ નારણભાઈ પટણી - ઉંમર 24, રહે. ભટ્ટીવાડા, પાટણ
8. ભેમાભાઈ વાઘાભાઈ રબારી- ઉંમર 46, રાધનપુર, પાટણ
9. ભરતજી કાંતીજી ઠાકોર - ઉંમર 33, રહે. બોરસણ, પાટણ
10.ચેતન ભગવાનભાઈ ઠક્કર - ઉંમર 35, રહે,શાંતિકૃપા સોસા., પાટણ
11.નિતિન શંકરલાલ પ્રજાપતિ - ઉંમર 33, રહે. ખારીવાવ, પાટણ
12.ચિરાગ રામજીભાઈ પ્રજાપતિ - ઉંમર 35, રહે, ચામુંડાનગર, હારીજ
13.રોહન અશોકજી ઠાકોર - ઉંમર 26, રહે, માધવનગર, પાટણ
14.દિનેશભાઈ નાથાલાલ ઠક્કર - રહે. હારીજ, પાટણ
15.જયદીપ ઉર્ફે જે.ડી. ઠક્કર - રહે. અમદાવાદ શહેર
16.મનોજ ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર - રહે. રાધનપુર, પાટણ
17.પાર્થ પ્રજાપતિ - રહે.પાટણ
18.હાર્લી પ્રજાપતિ - રહે.પાટણ
19.હર્ષદભાઈ ઠક્કર - રહે. અમદાવાદ શહેર
20.અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર - રહે. અમદાવાદ શહેર અમદાવાદનો દિનેશ ઠક્કર માસ્ટરમાઇન્ડ
પ્રાથમિક પૂછપરછ કરતા જે ખાતાધારકો છે એમણે એવું જણાવ્યું કે મૂળ હારીજનો અને હાલ અમદાવાદ રહેતા દિનેશ ઠક્કરે આ ખાતા એમની પાસે ખોલાવ્યા અને ખાતા ખોલાવ્યા બાદ જે બેન્કિંગ કીટ મળી, એટીએમ કાર્ડ મળ્યું, કે અન્ય જે કંઈ એની સાથેના ચેકબુક મળ્યા છે એ બધી જ એમણે પોતાની પાસે રાખી લીધેલી અને આમની પાસેથી એમાં ચેકબુકમાં સહીઓ પણ કરાવી લીધી હતી અને આ ખાતાધારકોને મહિને 20 થી 25 હજાર જેટલા રૂપિયા એમને આના પેટે મળતા હતા.
આ પણ વાંચો :
રૂ. 91.54 કરોડનું આંતરરાજ્ય સાયબર ફ્રોડ: નવસારીમાંથી 43 મ્યુલ એકાઉન્ટ સાથે બે શખ્સોની ધરપકડ નવસારી સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રૂ. 91.54 કરોડથી વધુનું સાયબર ફ્રોડ આચરનાર ગેંગના બે મુખ્ય સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ કમિશન મેળવીને છેતરપિંડીના નાણાં ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરતા હતા. (આ સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
Read Original Article →