પાટણ સિવિલમાં મેના પ્રથમ સપ્તાહે 2500થી વધુ OPD:ડાયેરિયાના 44 અને શરદી-ખાંસી-તાવના 104 કેસ,શ્વાન કરડવાના 134 કેસ નોંધાયા

Gujarat5/16/2026, 8:45:38 AM
પાટણ સિવિલમાં મેના પ્રથમ સપ્તાહે 2500થી વધુ OPD:ડાયેરિયાના 44 અને શરદી-ખાંસી-તાવના 104 કેસ,શ્વાન કરડવાના 134 કેસ નોંધાયા
પાટણ સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં 2500થી વધુ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી છે. કાળઝાળ ગરમી અને શ્વાન કરડવાના બનાવોમાં વધારો થતાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. હોસ્પિટલના આંકડા મુજબ, 4 થી 10 મે દરમિયાન 2500થી વધુ દર્દીઓએ નોંધણી કરાવી હતી. ગરમી સંબંધિત કેસોમાં લૂ લાગવી, ડાયેરિયા, વોમિટિંગ, ગભરામણ અને પથરીના દુખાવાનો સમાવેશ થાય છે. આ સપ્તાહમાં ડાયેરિયાના 44 અને શરદી-ખાંસી-તાવના 104 કેસ નોંધાયા હતા. હાલમાં 64 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 29 નવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. ઉનાળાની મોસમમાં રખડતા શ્વાન કરડવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ડોગબાઈટના કુલ 134 કેસ નોંધાયા હતા, જેમને તાત્કાલિક ઈન્જેક્શન અને તબીબી સારવાર આપવામાં આવી હતી. હોસ્પિટલના હાડકા વિભાગ, દાંત વિભાગ, આંખ વિભાગ, ઈ.એન.ટી. વિભાગ, સર્જન, ગાયનેક અને ફિઝિશિયન સહિતના તમામ સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. પ્રસૂતિ વિભાગમાં પણ છેલ્લા 15 દિવસમાં કુલ 51 ડિલિવરી નોંધાઈ છે, જે દર્શાવે છે કે હોસ્પિટલ પર કાર્યભાર સતત વધી રહ્યો છે.
Read Original Article →