લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ:સમીના શખ્સે અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતાં પોલીસ ફરિયાદ

Gujarat5/13/2026, 9:39:58 AM
લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ:સમીના શખ્સે અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતાં પોલીસ ફરિયાદ
પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથકમાં એક યુવતીએ લગ્નની લાલચ આપી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે સમીના એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હારીજ તાલુકાની એક યુવતીને સમીના કેયુર ઉર્ફે જીગો પરષોત્તમભાઈ ઓઝાએ લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. આશરે છ મહિના પહેલા, આરોપી યુવતીને કંબોઈ કેનાલ પર લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે અશ્લીલ હરકતો કરી તેના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ, આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી કેયુર ઓઝાએ યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેણે યુવતીને ઊંઝાની સનલાઈટ હોટલમાં લઈ જઈ લગ્નનું વચન આપી તેની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સતત ચાલતી માનસિક અને શારીરિક સતામણીથી કંટાળીને યુવતીએ અંતે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી.પટેલ આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
Read Original Article →