મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા પાટણમાં વૃક્ષારોપણ:તાલુકા ભાજપે પર્યાવરણ જતન સંકલ્પ સાથે 100થી વધુ વૃક્ષો રોપ્યા.

Gujarat6/5/2026, 10:40:26 AM
મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતા પાટણમાં વૃક્ષારોપણ:તાલુકા ભાજપે પર્યાવરણ જતન સંકલ્પ સાથે 100થી વધુ વૃક્ષો રોપ્યા.
નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા જનકલ્યાણ અભિયાન અંતર્ગત પાટણ તાલુકા ભાજપ દ્વારા એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાટણના ખારીવાવડી સ્થિત પવિત્ર બાપા સિતારામ આશ્રમ ખાતે યોજાયો હતો, જેમાં 100થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા. આ પ્રસંગે માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વાવેલા પ્રત્યેક છોડનું યોગ્ય જતન અને ઉછેર કરીને તેને ઘટાદાર વૃક્ષ બનાવવાનો મક્કમ સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ ઇન્દ્રજીતસિંહ રાજપુત, બક્ષીપંચ મોરચાના પ્રમુખ લેમનસિંહ ઠાકોર, યુવા મોરચાના મહામંત્રી પ્રવિણસિંહ રાઠોડ અને ડેલીગેટ સંજયસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના સરપંચ અને સ્થાનિક ભાજપના કાર્યકરોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Read Original Article →