પાટણમાં ભરવાડ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો:51 બોટલ રક્ત એકત્ર કરાયું, અગ્રણીઓ અને કોર્પોરેટર હાજર રહ્યા

Gujarat5/24/2026, 1:03:56 PM
પાટણમાં ભરવાડ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો:51 બોટલ રક્ત એકત્ર કરાયું, અગ્રણીઓ અને કોર્પોરેટર હાજર રહ્યા
પાટણમાં ભરવાડ સમાજ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ 51 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કેમ્પ કેનાલ રોડ પર આવેલા પાયલ પાર્ક સોસાયટી નજીક ભરવાડ સમાજ સંકુલ ખાતે યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં સમાજના યુવાનો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કનુભાઈ ભરવાડે આ કેમ્પ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્તદાન કરવાથી જરૂરિયાતમંદ વ્યક્તિની જિંદગી બચાવી શકાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલભાઈ સુસરા, હરેશભાઇ અનાવાડા, પાટણ વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રેણુકાબેન ઠાકોર, ટીનાભાઇ ભરવાડ, જયેશભાઇ ગોલતર અને જયેશભાઇ કતપુર સહિત ભરવાડ સમાજના અનેક ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકરોની હાજરીમાં સમગ્ર રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.
Read Original Article →