પાટણમાં નિસહાય બાળકોને રોકડ અનુદાન મળ્યું:સુજનીપુરના પરેશભાઈ નાયીએ 'આપણું ઘર' સંસ્થાને સહાય કરી

Gujarat6/3/2026, 3:37:28 PM
પાટણમાં નિસહાય બાળકોને રોકડ અનુદાન મળ્યું:સુજનીપુરના પરેશભાઈ નાયીએ 'આપણું ઘર' સંસ્થાને સહાય કરી
પાટણના વેરાઈ ચકલા વિસ્તારમાં નિસહાય બાળકો માટે કાર્યરત 'આપણું ઘર' સંસ્થાને મંગળવારે રોકડ અનુદાન પ્રાપ્ત થયું હતું. સુજનીપુર ગામના સેવાભાવી પરેશભાઈ નાયી દ્વારા આ આર્થિક સહાય અપર્ણ કરવામાં આવી હતી.શહેરના અનેક સેવાભાવી વ્યક્તિઓ દ્વારા 'આપણું ઘર' સંસ્થાને યથાશક્તિ મદદ કરવામાં આવે છે. આ કડીમાં, પરેશભાઈ નાયીએ નિસહાય બાળકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રોકડ રકમનું અનુદાન આપી સરાહનીય કાર્ય કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત 'આપણું ઘર' સંસ્થાના સંચાલિકા અલ્પાબેન રબારીએ પરેશભાઈ નાયીના નિસહાય બાળકો પ્રત્યેના સેવાકાર્યને બિરદાવ્યું હતું અને તેમની ઉદારતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →