સમી-હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત:બે બાળકો સહિત 4 ઘાયલ, ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કરના CCTV

Gujarat4/13/2026, 6:54:09 AM
સમી-હારીજ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એકનું મોત:બે બાળકો સહિત 4 ઘાયલ, ઈક્કો અને છોટા હાથી વચ્ચે જોરદાર ટક્કરના CCTV
પાટણ જિલ્લાના સમી-હારીજ હાઈવે પર 12 એપ્રિલ, 2026ના રોજ આઈશ્રી હોટલ સામે ઈક્કો ગાડી અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે બાળકો સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત આઈશ્રી હોટલની સામે થયો હતો, જેમાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ઈક્કો ગાડીમાં સવાર એક વ્યક્તિનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ 3 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક પાટણની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સમી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો. હાઈવે પર અકસ્માતને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સમી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, વાહનોને હટાવી ટ્રાફિક સામાન્ય કરાવ્યો હતો અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →