2 વર્ષથી મંજૂરી વગરની કોલેજોને સરકાર જ સાચવે છે:નો એડમિશન ઝોનમાં મૂકાયેલ 111 કોલેજોને મુક્ત કરવા આદેશ

Gujarat5/24/2026, 12:00:00 AM
રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નો-એડમિશન ઝોનમાં મૂકાયેલી 111 કોલેજોને મુક્ત કરવાનો સનસનાટી ભર્યો આદેશ કર્યો છે. તેમના વર્ષ 2001 ના સરકારી ઠરાવ મુજબ ઉદયમ કોઝન્ટ પોર્ટલ પર નિયત સમયમર્યાદામાં દરખાસ્ત ન કરનારી અને સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી વગરની આ કોલેજો સામે કડક પગલાં લેવાને બદલે શિક્ષણ વિભાગે ઘૂંટણ ટેકી દીધા છે. હાલમાં ચાલનારી GCAS પોર્ટલની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થી હિતનું લેબલ લગાવીને આ કોલેજોનો સમાવેશ કરાયો છે. આ સરકારી આદેશ બાદ યુનિવર્સિટી પ્રશાસન તત્કાલ એક્શન મોડમાં આવ્યું છે અને શનિ-રવિની જાહેર રજા હોવા છતાં એકેડેમિક સ્ટાફને કામે લગાડી યુદ્ધના ધોરણે આ 111 કોલેજોને સોમવાર સુધીમાં પોર્ટલ પર લાઈવ કરવાની તજવીજ હાથ ધરી છે. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના સત્તાવાર આદેશનું પાલન કરવું તેમના માટે બંધનકર્તા છે. આ તમામ 111 સંસ્થાઓએ એક માસની અંદર પુનઃસ્થાનિક તપાસ સમિતિ ની પ્રક્રિયા પૂર્ણ કરી સૈદ્ધાંતિક મંજૂરીની દરખાસ્ત ઓનલાઈન સબમિટ કરવી પડશે.
Read Original Article →