પાટણમાં 6 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત:ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદે વસવાટનો પર્દાફાશ, ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે

Gujarat6/3/2026, 2:24:53 PM
પાટણમાં 6 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત:ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદે વસવાટનો પર્દાફાશ, ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે રાજ્ય સરકારે "ઓપરેશન ડેલ્ટા હન્ટ" શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકોની અટકાયત કરી છે. પકડાયેલી તમામ મહિલાઓની સંયુક્ત પૂછપરછ અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને તેમના દેશમાં પાછા મોકલવાની (ડિપોર્ટ કરવાની) કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટણ જિલ્લા પોલીસ વડા વી. કે. નાયીના નેતૃત્વ હેઠળ આ વ્યાપક સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે પાટણ જિલ્લા પોલીસની તમામ શાખાઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનોને જોડીને કુલ 25 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા જિલ્લાના અલગ-અલગ 68 જેટલા શંકાસ્પદ સ્થળો પર એકસાથે તપાસ કરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસ ટીમોએ કુલ 15 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી. પકડાયેલા તમામ શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે સઘન પૂછપરછ કરી અને તેમના દસ્તાવેજોની ચકાસણી કરી. આ પૂછપરછના અંતે કુલ 6 બાંગ્લાદેશી મહિલા નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતી હોવાનું સામે આવતા તેમની વિધિવત અટકાયત કરવામાં આવી છે.
Read Original Article →