5મી જૂને વિશ્વ પર્યાવરણ‎દિવસે વતન ઉપેરામાં વૃક્ષા‎રોપણનો પ્રારંભ કરશે‎:શિક્ષકે 5000 વૃક્ષો વાવ્યા, નિવૃત્તિ પછી વતનમાં 1 વીઘામાં જંગલનું નિર્માણ કરશે

Gujarat5/25/2026, 12:00:00 AM
5મી જૂને વિશ્વ પર્યાવરણ‎દિવસે વતન ઉપેરામાં વૃક્ષા‎રોપણનો પ્રારંભ કરશે‎:શિક્ષકે 5000 વૃક્ષો વાવ્યા, નિવૃત્તિ પછી વતનમાં 1 વીઘામાં જંગલનું નિર્માણ કરશે
વતનની માટીને હરિયાળી બનાવી પ્રકૃતિને જીવંત રાખવાનું મારું લક્ષ નોકરી દરમિયાન વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પુસ્તકો દ્વારા પર્યાવરણ બચાવવાના અને પ્રકૃતિ પ્રેમ ના પાઠ ખૂબ જ રસપૂર્વક ભણાવ્યા છે. હવે જ્યારે હું નિવૃત્ત થયો છું, ત્યારે મને વિચાર આવ્યો કે માત્ર ચોપડીના પાઠ પૂરતા નથી, મારે પોતે જમીન પર ઉતરીને વાસ્તવિક કાર્ય કરવું જોઈએ. વતનની ધરતી પ્રત્યે મારું ઋણ છે. બસ આ જ વિચાર સાથે મેં મારી પોતાની એક વીઘા જમીન જંગલ બનાવવા માટે અર્પણ કરવાનો નિર્ણય કર્યો. વતનની માટીને ફરી હરિયાળી બનાવીને મારે પર્યાવરણના એ જ જ્ઞાનને જીવંત રાખવું છે જેથી આવનારી પેઢીને શુદ્ધ ઓક્સિજન અને હરિયાળું વાતાવરણ મળી રહે."શિક્ષક - મહેશભાઈ પટેલ મૌલિક દવે । પાટણ "શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી થતો, તે માત્ર પોતાનું કાર્યક્ષેત્ર બદલે છે. આ ઉક્તિને અક્ષરસઃ સાર્થક કરી બતાવી છે લણવાની ત્રિભુવન વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક મહેશભાઈ પટેલે.પોતાની 27 વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરનાર આ શિક્ષકે હવે નિવૃત્તિ પછી પોતાના વતન ઊંઝાના ઉપેરામાં રહી પ્રકૃતિનું ઋણ ચૂકવવાનો એક અનોખો સંકલ્પ કર્યો છે.નોકરી દરમિયાન શાળા અને જાહેર જગ્યાઓ પર 5000 વૃક્ષોનું સફળ ઉછેર કરનાર મહેશભાઈ જીવનના ઉત્તરાર્ધમાં પોતાની માલિકીની એક વીઘા જમીન પ્રકૃતિને સમર્પિત કરી સમાજને એક નવો રાહ ચીંધવા જઈ રહ્યા છે. આગામી 5 જૂન 2026 ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના પાવન અવસરે મહેશભાઈ પટેલ પોતાના વતન મહેસાણા જિલ્લાના ઊંઝાના ઉપેરા ગામે પોતાની માલિકીની એક વીઘા જમીનમાં સંપૂર્ણપણે વૃક્ષો વાવીને એક "ગ્રીન ઝોન" એટલે કે વૃક્ષોનું જતન કેન્દ્ર બનાવશે. આ ભગીરથ કાર્યમાં તેમને જયવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાન્તાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, મહેસાણાનો સક્રિય સહયોગ સાંપડ્યો છે. સંસ્થાના રજત જયંતી વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસે સંસ્થાનો 26 મો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજીને પ્રકૃતિ વંદના કરવામાં આવશે. અને સવારથી જ આ પ્રેરણાદાયી વૃક્ષારોપણ યજ્ઞનો પ્રારંભ થશે જે આગામી સમયમાં એક ગાઢ કૃત્રિમ જંગલનું સ્વરૂપ ધારણ કરશે.
Read Original Article →