સ્થાનિક રહીશોમાંરોગચાળાનો ભય:આનંદ સરોવરમાં દૂષિત પાણીથી મચ્છરોનો ઉપદ્રવ
પાટણ વર્ષ 2004માં આનંદીબેન પટેલના પ્રયાસોથી નવજીવન પામેલું પાટણ શહેરનું આનંદ સરોવર (ગુંગડી તળાવ) આજે સત્તાવાળાઓની ઘોર ઉપેક્ષાના કારણે દયનીય સ્થિતિમાં મુકાયું છે. આસપાસની સોસાયટીઓનું ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાતાં પોષક તત્વો મળવાથી ઝેરી જળકુંભી વેલે સરોવરને ચારેય તરફથી ભરડામાં લીધું છે. લીલી ચાદર વચે દૂષિત થયેલા પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે, જેથી મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. ચીફ ઓફિસરે આ ગંભીર બાબતે ચિંતા વ્યક્ત કરી ગટરનું પાણી તાત્કાલિક બંધ કરવા કડક સૂચના આપી છે. તજજ્ઞોના મતે, ગટરનો આવરો બંધ કરી, સરોવરમાં ચાર ફૂટ ઊંડું ખોદકામ કરીને વેલને મૂળમાંથી ઉખાડવી અનિવાર્ય છે. પાલિકાએ સરોવરના રીનોવેશન માટે રૂ. 3 કરોડનો ડીપીઆર સરકારમાં મંજૂરી અર્થે મોકલ્યો છે. આ ગ્રાન્ટ મળતાં જ સરોવર ફરી પાટણનું આકર્ષક પર્યટક સ્થળ બનશે તેવી આશા છે.
Read Original Article →