ઓપરેશન મિલાપ:ખળીથી ગુમ સગીર ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી મળ્યો

Gujarat5/26/2026, 12:00:00 AM
સિદ્ધપુર તાલુકાના ખળી ગામમાંથી 24 મીના રોજ ગુમ થયેલા સગીરને સિદ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં રાજસ્થાનના મારવાડ જંકશન ખાતેથી હસ્તગત કરી સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલન કરાવ્યું છે. “ઓપરેશન મિલાપ” અંતર્ગત હાથ ધરાયેલી ત્વરિત તપાસથી ચિંતામાં મુકાયેલા પરિવારને મોટી રાહત મળી છે. પી.આઈ એમ.કે. ઝાલાના નેતૃત્વમાં “ઓપરેશન મિલાપ” અંતર્ગત આ સફળ કામગીરી કરવામાં આવી હતી.ગત 24 મેના રોજ ખળી ગામનો એક સગીર દીકરો કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. પરિવારજનોએ દીકરો ગુમ થતાં બીટ ઇન્ચાર્જ દ્વારા વાલીવારસદારો સાથે તાત્કાલિક સંપર્ક કરી સગીર અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી હતી. સગીર રાજસ્થાનના મારવાડ જંકશન વિસ્તારમાં હોવાની હકીકત સામે આવતા પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સગીરને સલામત હાલતમાં શોધી કાઢ્યો હતો.ત્યારબાદ સગીરને સ્વસ્થ હાલતમાં માતા-પિતાને સોંપતા પરિવારજનોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી. ગણતરીના કલાકોમાં પરિવાર સાથે ફરી મિલન કરાવતાં સિદ્ધપુર પોલીસની કામગીરીને સ્થાનિક સ્તરે સરાહના થઈ રહી હતી.
Read Original Article →