પ્રગતિશીલ ખેડૂત:મહેમદપુરના ધો. 10 પાસ ખેડૂતની કમાલ, રુ. 50 હજારમાં ખેતરમાં જ બનાવ્યો બાયોગેસ પ્લાન્ટ
પાટણના મહેમદપુર ગામના 48 વર્ષના ખેડૂત પુત્ર ઠાકોર રમેશજી અમરસંગજીએ ખેતીમાં નવો રાહ ચીંધ્યો છે.આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ખેતીનો સમન્વય સાધી પોતાના ખેતરમાં જ 3000 લrટરની ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ તૈયાર કર્યો છે. આ પ્લાન્ટ દ્વારા તેઓ આજે રસોઈ માટે મફત ગેસ અને પાક માટે ઉત્તમ પ્રવાહી ખાતર મેળવી રહ્યા છે. તેમણે કેવી રીતે આ શક્ય બનાવ્યું તે જાણીએ. હું પાટણ તાલુકાના મહેમદપુર ગામનો વતની છું. ધોરણ 10 ( SSC) પાસ કરેલ છે. હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. અગાઉ જીવામૃત બનાવવા માટે પ્લાસ્ટિકના પીપડાનો ઉપયોગ કરતો હતો. જે પ્રક્રિયા મહેનત માંગી લે તેવી હતી. મોટી માત્રામાં જીવામૃત બને અને સાથે સાથે ઘર વપરાશ માટે મોંઘા ગેસ સિલિન્ડરમાંથી પણ રાહત મળે તેવા ઉદ્દેશ્ય સાથે મેં સાધન સામગ્રીની કીટ મેળવી રુ. 50,000ના ખર્ચે પોતાના ખેતરમાં જાતે જ પ્લાન્ટ કાર્યરત કર્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી તેનો હું ઉપયોગ કરી રહ્યો છું. મારો રાસાયણિક બિયારણ પાછળનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. સાથે ઘર વપરાશ માટે પણ આ પ્લાન્ટ માંથી મને ગેસ મળી રહ્યો છે. આ પ્લાન્ટ બનાવવા માટે અને સંચાલન શરૂ રાખવા માટે છાણ ગૌમૂત્ર ધન કચરો સહિતના મટીરીયલ માટે ઓછામાં ઓછી એક દેશી ગાય કે તેનાથી વધુ પશુધન હોવા જરૂરી છે. પ્લાન્ટ બનાવ્યા બાદ કોઈ બાહ્ય ખર્ચ થતો નથી. બાયોગેસ પ્લાન્ટની વિશેષતા અને કાર્યપદ્ધતિ બાયોગેસ પ્લાન્ટનો ફાયદો
રમેશજી જણાવે છે કે, આ પ્લાન્ટમાંથી નીકળતા જીવામૃતનો ઉપયોગ તેમણે પોતાના 2 વીઘામાં વાવેલા ઘઉં, એરંડા તેમજ આંબા અને લીંબુના છોડમાં કર્યો છે. પરિણામે જમીનની ફળદ્રુપતા વધી છે અને પાકની ગુણવત્તામાં જબરદસ્ત સુધારો થયો છે. સૌથી મોટો ફાયદો એ છે કે હવે બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતરો લાવવાની જરૂર પડતી નથી. આ પ્લાન્ટથી મારો મોટો ખર્ચ બચી ગયો અને ખેતી ઝેરમુક્ત બની છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગત : 87801 95125 (તેજસ રાવળ - પાટણ સાથેની વાતચીતના આધારે)
Read Original Article →