બેઠક મળી:દિશા કમિટીની બેઠકમાં વિકાસ કાર્યો તાકીદે પૂરા કરવા અધિકારીઓને સૂચના અપાઈ
પાટણ જિલ્લા સેવાસદન ખાતે સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ 2025/26 દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદએ મનરેગા, પાણી પુરવઠા,શિક્ષણ,ખેતીવા ડી અને UGVCL સહિતના વિભાગોની કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.તેમણે અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે તમામ વિકાસલક્ષી કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને વહીવટી વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરો.લાભાર્થી આધારિત યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી સરળતાથી પહોંચવો જોઈએ.આ બેઠકમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી,ડીડીઓ સી. એલ. પટેલ તેમજ નિવાસી અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →