ભાસ્કર વિશેષ:GCAS પોર્ટલમાં છાત્રોને કોલેજ અને કોર્સ પસંદગીનો ક્રમ ફરજીયાત,જેના આધારે મેરિટથી પ્રવેશ ફાળવાશે
ઉત્તર ગુજરાતમાં ધોરણ 12નું પરિણામ જાહેર થતા જ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ઉત્તર ગુજરાતમાં કુલ 58,510 છાત્રો પાસ થયા છે. તેની સામે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 311 કોલેજોમાં 58595 બેઠકો ઉપલબ્ધ હોય તમામ વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહે છે પરંતુ શહેરોમાં આવેલ પ્રસિધ્ધ કોલેજોમાં પ્રવેશ માટે ભારે રસાકસીની સ્થિતિ રહેશે. આ વર્ષે GCSS પોર્ટલ દ્વારા પ્રવેશમાં ફેરફાર પ્રકિયા સરળ કરવા ફેરફાર સાથે એઆઈ એજન્ટ નો સમાવેશ કરી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. સાથે આ વર્ષે પણ દરેક કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ નિશુલ્ક ફોર્મ ભરી શકશે. સાથે ત્યાં વિદ્યાર્થીઓ સરળ રીતે પ્રવેશ મેળવી શકે માટે કોઈ પ્રશ્ન સર્જાય તો દૂર કરાશે. 'દિવ્ય ભાસ્કર' દ્વારા ઉત્તર ગુજરાત પ્રવેશ નોડલ ઓફિસર સાથે સીધો સંવાદ પ્રશ્ન 1: ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, હવે પ્રવેશ કેવી રીતે મેળવવાનો રહેશે?
જવાબ: વિદ્યાર્થીઓની સુવિધા માટે દરેક કોલેજમાં GCAS સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી કોઈપણ સ્થળે જઈને પોતાની મનપસંદ કોલેજમાં પ્રવેશ માટે ફોર્મ ભરી શકશે. પ્રશ્ન 2: ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ શું તૈયારી કરવી પડશે? જવાબ: વિદ્યાર્થીએ સૌથી પહેલા પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ તેમને લોગીન આઈડી મળશે, જેનાથી GCAS પોર્ટલમાં ફોર્મ ભરી શકાશે. પ્રશ્ન 3: ફોર્મમાં કોલેજોની પસંદગી કેવી રીતે કરી શકાશે?
જવાબ: ઓનલાઈન ફોર્મમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું લિસ્ટ આપેલું છે. વિદ્યાર્થી સિલેક્શન કરતા જ લિસ્ટ જોઈ શકશે અને એક સાથે વિવિધ કોલેજોમાં ફોર્મ ભરી શકશે. પ્રશ્ન 4: ફોર્મ ભર્યા પછી એડમિશન કન્ફર્મ કેવી રીતે માનવું?
જવાબ: માત્ર ઓનલાઈન ફોર્મ ભરવાથી એડમિશન કન્ફર્મ નહીં થાય. વિદ્યાર્થીએ ઓનલાઈન સબમીટ કરેલા તમામ ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે રૂબરૂ કોલેજ લઈ જવા પડશે. વેરિફિકેશન બાદ જ એડમિશન કન્ફર્મ થશે. પ્રશ્ન 5: જો કોઈ કોલેજ પસંદ ના આવે, તો એડમિશન કેન્સલ કરવાની જોગવાઈ છે?
જવાબ: હા, વિદ્યાર્થી જે તે કોલેજમાં જઈ પોતાના લોગીન આઈડી દ્વારા એડિટ ઓપ્શન ખોલાવી શકે છે. જેમાં અગાઉની કોલેજનું નામ કેન્સલ કરી નવી કોલેજ ઉમેરી શકાય છે. પ્રશ્ન 6: આ વખતે પ્રવેશ પ્રક્રિયામાં મુખ્ય ફેરફાર શું છે?
જવાબ: આ વખતે મુખ્ય બે ફેરફાર છે: (1) વિદ્યાર્થીએ કોલેજ અને કોર્સ માટે પોતાની પસંદગીનો ક્રમ (Preference) આપવો પડશે, જેના આધારે મેરિટ મુજબ પ્રવેશ મળશે. (2) જો વિદ્યાર્થીને નીચલા ક્રમની કોલેજમાં પ્રવેશ મળે અને તે ફી ભરી 'કન્સેન્ટ' આપે, તો જ ઉપરના ક્રમની કોલેજમાંથી ઓફર મળવાની શક્યતા રહેશે. જો કન્સેન્ટ નહીં આપે તો જે તે કોલેજનો પ્રવેશ જ અંતિમ ગણાશે.
Read Original Article →