પાટણનો શ્રીહરિ સેવા પરિવાર હરિદ્વારમાં ભાગવત મહોત્સવ યોજશે:અધિક માસમાં ભક્તોને તીર્થયાત્રા અને કથા શ્રવણનો લાભ મળશે

Gujarat5/20/2026, 8:22:52 AM
પાટણનો શ્રીહરિ સેવા પરિવાર હરિદ્વારમાં ભાગવત મહોત્સવ યોજશે:અધિક માસમાં ભક્તોને તીર્થયાત્રા અને કથા શ્રવણનો લાભ મળશે
પાટણના શ્રી હરિ સેવા પરિવાર દ્વારા દેવભૂમિ હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ પવિત્ર અધિક માસ દરમિયાન 25 મે થી 4 જૂન, 2026 સુધી યોજાશે. પાટણના પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય વ્યાસપીઠ પરથી શ્રી રસરાજ પ્રભુની લીલાઓનું વર્ણન કરશે. શ્રીહરિ સેવા પરિવાર દ્વારા દર વર્ષે શ્રદ્ધાળુઓ માટે વિવિધ તીર્થોમાં કથાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે હરિદ્વાર ખાતે આ 18મો શ્રીમદ ભાગવત મહોત્સવ યાત્રા છે. કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજપૂજન અને રુક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે. આયોજક સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિક માસ ભક્તિનો માસ છે. ભગવાન પુરુષોત્તમની ભક્તિ પવિત્ર હરિદ્વાર તીર્થમાં સામાન્ય માણસ પણ કરી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે. આ મહોત્સવ વ્યવસાયિક ધોરણે નહીં, પરંતુ 'નહીં નફો નહીં નુકસાન'ના ધોરણે ભક્તોને તીર્થધામમાં કથા શ્રવણનો લાભ મળે તે માટે યોજાઈ રહ્યો છે.
Read Original Article →