રાજ્ય સરકારી શિક્ષક સંઘના નવા પ્રમુખ નિયુક્ત:પરેશ ચૌધરી પ્રમુખ, નિલેશ આંબલીયા મહામંત્રી, રાજેન્દ્ર જોષી અધ્યક્ષ બન્યા

Gujarat4/7/2026, 4:01:10 PM
રાજ્ય સરકારી શિક્ષક સંઘના નવા પ્રમુખ નિયુક્ત:પરેશ ચૌધરી પ્રમુખ, નિલેશ આંબલીયા મહામંત્રી, રાજેન્દ્ર જોષી અધ્યક્ષ બન્યા
ગુજરાત રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવી રાજ્ય કારોબારીની રચના કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા આ નિયુક્તિઓ કરાઈ છે. પાટણ જિલ્લાની જવાબદારી સંભાળતા પરેશભાઈ ચૌધરીને રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત, જામનગરના નિલેશભાઈ આંબલીયાને મહામંત્રી અને બનાસકાંઠા સંઘમાં જવાબદારી સંભાળતા રાજેન્દ્રભાઈ જોષીને અધ્યક્ષ તરીકે સ્વ-સંમતિથી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિઓ ચાણક્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ પ્રમુખ એસ.ડી. જોશી અને પૂર્વ અધ્યક્ષ દિવ્યરાજસિંહ જાડેજા સહિત વર્ગ-2 તરીકે બઢતી પામેલા અન્ય કારોબારી હોદ્દેદારોનો સન્માન સમારંભ પણ યોજાયો હતો. પૂર્વ રાજ્ય કારોબારીની અવધિ પૂર્ણ થતાં નવી કારોબારીની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો.
Read Original Article →