ચૂંટણી:ભાજપે ટિકિટ આપવાનો ઈન્કાર કરતાં પાટણ પાલિકાના પૂર્વ પ્રમુખ ફરી કોંગ્રેસમાં જોડાયા

Gujarat4/8/2026, 12:00:00 AM
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ શહેરનું રાજકારણ ગરમાયું છે.ભાજપની "ત્રણ ટર્મ"ની ગાઈડલાઈનને લઈ ટિકિટ આપવાની સ્પષ્ટ ના પાડી દેવાતા પટ્ટણી સમાજના અગ્રણી અને પૂર્વ પાલિકા ઉપપ્રમુખ દિનેશ પટ્ટણીએ કેસરીયો ખેસ ત્યાગી ફરી પંજો પકડ્યો છે.ધારાસભ્ય કિરીટ પટેલની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયેલા દિનેશ પટ્ટણીએ ભાજપ પર છેલ્લી ઘડીએ પત્તું કાપવાનો આક્ષેપ કર્યો છે. ભાજપે કહ્યું ગાઈડલાઈન મુજબ ટિકિટ શક્ય નથી શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, દિનેશભાઈ અગાઉ ત્રણ ટર્મ નગરપાલિકાની ચૂંટણી લડેલા છે. પક્ષની શિસ્ત અને નક્કી કરેલી ગાઈડલાઈન મુજબ તેમને ફરી ટિકિટ આપી શકાય તેમ નથી. જોકે, ભાજપે દરવાજા ખુલ્લા રાખતા જણાવ્યું હતું કે જો તેમના સમાજમાંથી કોઈ અન્ય સક્રિય કાર્યકરનું નામ સજેસ્ટ કરવામાં આવે તો પક્ષ ચોક્કસ વિચારણા કરી શકે છે. હર્ષ પટેલે કટાક્ષ કરતા એમ પણ ઉમેર્યું હતું કે, તેઓ મૂળ કોંગ્રેસી વિચારધારા ધરાવતા હોવાથી ફરી ત્યાં પરત ફર્યા છે.
Read Original Article →