વિરોધ:રોડ મામલે ડુંગરાસણના ઓગડપુરામાં ચૂંટણી બહિષ્કાર

Gujarat4/8/2026, 12:00:00 AM
વિરોધ:રોડ મામલે ડુંગરાસણના ઓગડપુરામાં ચૂંટણી બહિષ્કાર
કાંકરેજ તાલુકાના ઓગડપુરા-આકોલી વચ્ચેના 2 કિમી રસ્તાની દરખાસ્ત 7 મહિનાથી પેન્ડિંગ રહેતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. બિસમાર માર્ગને કારણે સ્કૂલ, આંગણવાડી અને 100થી વધુ ઘરોને મુશ્કેલી થતા 300 મતદારોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. ડુંગરાસણ નજીકના ઓગડપુરા-આકોલી વચ્ચેના અંદાજે 2 કિમી કાચા માર્ગને પાકા ડામર રોડમાં પરિવર્તિત કરવાની દરખાસ્ત તા. 25 ઓગસ્ટ 2025થી પેન્ડિંગ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ રસ્તા પર પ્રાથમિક શાળા, આંગણવાડી, વિજળી કચેરી અને 100થી વધુ ઘરો આવેલાં હોવા છતાં માર્ગ બિસમાર હાલતમાં છે, ખાસ કરીને ચોમાસામાં બાળકોને ખેતરોમાંથી પસાર થઈ શાળાએ જવું પડે છે. સોમવારે રાત્રે ગામલોકોએ બેઠક બોલાવી નિર્ણય લીધો કે, રોડ નહીં બને ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરાશે. સરપંચ વિક્રમજીએ જણાવ્યું હતું કે, મામલતદાર કચેરી શિહોરી ખાતે તેમજ વિવિધ નેતાઓ સમક્ષ વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય મળ્યું છે. જેથી હવે 100થી વધુ ઘરોને મુશ્કેલી થતા 300 મતદારોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.
Read Original Article →