વિરોધ:પાટણના ભીલવાસમાં પાણી ગંદકી મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ઉનાળાના પ્રારંભે જ પાટણના વોર્ડ નં. 10 માં પાણીની વિકટ સમસ્યા સર્જાતા મહિલાઓનો રોષ ફાટી નીકળ્યો છે. મીરા દરવાજા ભીલવાસ વિસ્તારમાં પૂરતા દબાણથી પાણી ન મળતા અને ચારેતરફ ગંદકીના સામ્રાજ્યથી ત્રસ્ત ગૃહિણીઓએ તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો પાણી અને સફાઈની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી.
Read Original Article →