ડૉ. જય ધ્રુવના સંશોધનને કેનેડા સરકારની માન્યતા:ડિજિટલ નોલેજ રિવોલ્યુશન કૃતિનું CIPOમાં કોપીરાઈટ રજીસ્ટ્રેશન; શિક્ષણને વધુ અસરકારક, સુલભ અને ભવિષ્યલક્ષી બનાવવાનું માર્ગદર્શન
ગુજરાતના શિક્ષણવિદ્, સંશોધક અને નવોચારી વિચારક ડૉ. જય ધ્રુવ દ્વારા રચિત સંશોધનાત્મક કૃતિ “ડિજિટલ નોલેજ રેવલૂશન: રીશેપિંગ મોડર્ન એજ્યુકેશન ફોર ફ્યુચર જનરેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ” ને કેનેડા સરકારના કેનેડિયન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસ (CIPO) દ્વારા સત્તાવાર કોપીરાઈટ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મળ્યું છે. આ સિદ્ધિ ડૉ. જય ધ્રુવના શૈક્ષણિક સંશોધન અને વૈચારિક મૌલિકતાની આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ દર્શાવે છે. આ સંશોધન કૃતિ ડિજિટલ યુગમાં શિક્ષણ વ્યવસ્થામાં આવી રહેલા વ્યાપક પરિવર્તનોનું વિશ્લેષણ કરે છે. તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ટેક્નોલોજી આધારિત શિક્ષણ, ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સ, જ્ઞાન આધારિત અર્થતંત્ર અને ભવિષ્યની પેઢીઓના બૌદ્ધિક વિકાસ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ કૃતિ ઝડપથી બદલાતા વિશ્વમાં શિક્ષણને વધુ અસરકારક, સુલભ અને ભવિષ્યલક્ષી બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. ડૉ. જય ધ્રુવ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ, સંશોધન, શૈક્ષણિક નેતૃત્વ અને સંસ્થાકીય વિકાસ ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહ્યા છે. તેમના સંશોધન લેખો, પુસ્તકો અને શૈક્ષણિક અભિયાનો દ્વારા તેઓ નવી પેઢીને જ્ઞાન, નવાચાર અને મૂલ્ય આધારિત શિક્ષણ તરફ પ્રેરિત કરે છે. કેનેડા સરકાર તરફથી મળેલી આ નોંધણી તેમના સતત જ્ઞાનસાધના અને સર્જનાત્મક કાર્યનું આંતરરાષ્ટ્રીય સન્માન છે. આ સિદ્ધિ માત્ર ડૉ. જય ધ્રુવ માટે જ નહીં, પરંતુ પાટણ, ગુજરાત અને સમગ્ર ભારતના શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્ર માટે પણ ગૌરવપૂર્ણ છે. આ ઉપલબ્ધિ વૈશ્વિક સ્તરે ભારતીય શિક્ષણવિદો અને સંશોધકોની પ્રતિષ્ઠાને મજબૂત બનાવે છે અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે.
Read Original Article →