ચાણસ્મામાં દહેજ માંગણી: પતિ સામે ગુનો:પત્નીને 5 લાખ માંગી, પુત્ર ન હોવાના મેણા માર્યા

Gujarat5/21/2026, 3:58:15 AM
ચાણસ્મામાં દહેજ માંગણી: પતિ સામે ગુનો:પત્નીને 5 લાખ માંગી, પુત્ર ન હોવાના મેણા માર્યા
ચાણસ્મા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, એક પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ દહેજની માંગણી કરવા અને શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ ગુનો નોંધાવ્યો છે. પલાસર ગામની વતની હેતલબેન રાવળે મોઢેરા ગામના જગદીશભાઈ વરવાભાઈ રાવળ સામે આ ફરિયાદ કરી છે. હેતલબેનના લગ્ન 2013માં જગદીશભાઈ સાથે થયા હતા. લગ્નજીવનના શરૂઆતના સમયમાં બધું બરાબર ચાલ્યા બાદ દીકરીનો જન્મ થતા પતિ દ્વારા નાની-નાની બાબતોમાં મારઝૂડ કરી ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પતિ જગદીશ રાવળ હેતલબેનને "તારે બાળકો થતા નથી" અને "તારા કારણે ઘરને શીલ વાગેલ છે" તેવા મેણા મારી અસહ્ય માનસિક પીડા આપતો હતો. આશરે પાંચ મહિના પહેલા પતિએ હેતલબેન પાસે દહેજ પેટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ઘરની લોન ભરવા માટે પિયરમાંથી આ રકમ લઈ આવવા દબાણ કર્યું હતું અને જો રૂપિયા લીધા વગર પાછી આવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પતિએ હેતલબેનને ગાળો બોલી, હાથ પકડી ઘરની બહાર ધકેલી મૂક્યા હતા. પરિણીતાએ આ અંગે પોતાના પિતા અને ભાઈને જાણ કરી હતી. સમજાવટના પ્રયાસો નિષ્ફળ રહેતા, અંતે હેતલબેને ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ જગદીશભાઈ રાવળ વિરુદ્ધ BNSની કલમ 85, 296(b), 351(3), 115(2) અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 4 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →