અકસ્માત:માનપુરા પાટિયા પાસે ટેન્કર પાછળ બાઈક ઘૂસી જતાં દંપતીનું મોત થયું

Gujarat6/10/2026, 12:00:00 AM
અકસ્માત:માનપુરા પાટિયા પાસે ટેન્કર પાછળ બાઈક ઘૂસી જતાં દંપતીનું મોત થયું
સમી તાલુકાના બાસ્પા ગામે રહેતા ઠાકોર પરિવારના દંપતીને મંગળવાર સાંજે વારાહી નજીક કાળ આંબી ગયો હતો. બાસ્પા ગામના ઠાકોર ભરતભાઈ કુંભાભાઇ અને તેમના પત્ની ઠાકોર મિતલબેન મંગળવારે સવારે બાઈક લઈને સાંતલપુર ખાતે મિતલબેનના પિયરમાં ગયા હતા. જ્યાંથી સાંજના સુમારે પતિ-પત્ની બાસ્પા જવા માટે પરત નીકળ્યા હતા.દરમિયાન વારાહી પાસે આવેલા માનપુરા પાટિયા નજીક આગળ જઈ રહેલા ટેન્કરની પાછળ તેમનું મોટરસાયકલ ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે ઠાકોર દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તેમજ મૃતકોના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાના સમાચાર વાયુવેગે બાસ્પા ગામમાં પહોંચતા અરેરાટી પ્રસરી છે.
Read Original Article →