વાવેતર લેટ પડવાની ભીતિ:સરસ્વતી પંથકમાં કપાસ વાવેતર અટક્યું

Gujarat5/26/2026, 12:00:00 AM
સરસ્વતીના વાગડોદ પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે. બીટી કપાસના વાવેતરના સમયે અછત ઊભી થઈ છે. બાજરીની કાપણીના સમયે પણ ડીઝલ મળતું નથી. ઉનાળુ મોસમનો પાક તૈયાર છે. ખેતરોમાં કાપણીનું કામ ચાલી રહ્યું છે. ખેડૂતો આગોતરી વાવણીની તૈયારીમાં છે.ઈંધણની તીવ્ર શોર્ટેજથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.ટ્રેક્ટર, થ્રેસર સહિતના કૃષિ મશીનો ડીઝલથી ચાલે છે.ખેતીકામ માટે ખેડૂતોને પંપે પંપે રઝળપાટ કરવો પડે છે. કમોસમી વરસાદના માર બાદ માંડ મોઢે આવેલો ઉનાળુ પાકનો કોળિયો હવે ઈંધણ વગર છીનવાઈ જવાની ભીતિ છે. સરસ્વતીના મોટા નાયતા ગામના ખેડૂત વેલાજી સરદારજી ઠાકોરે જણાવ્યું કે બાજરી કઢાવવા બે કલાકથી બાઈક લઈને ડીઝલ માટે એક પંપથી બીજા પંપ સુધી ફર્યા. ડીઝલ મળ્યું નથી. ઉનાળુ સીઝનમાં બાજરીની કાપણી કરીને ખેતરોમાંથી સાફ કરવી છે. પાક ઘર તરફ લઈ જવો છે. ડીઝલની સખત જરૂર છે. ટ્રેક્ટર, થ્રેસર સહિતના વાહનો ડીઝલથી ચાલે છે. ચોમાસું નજીક આવી ગયું છે. ડીઝલ વગર હવે શું કરવું તે મોટો પ્રશ્ન છે.
Read Original Article →